સુરત: (Surat) પોલીસ કમિશનરે થોડા મહિના પહેલાં જ શહેરમાંથી ગેંગનો સફાયો બોલાવવા માટે અજ્જુ ટામેટા ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો....
સુરત: (Surat) શહેરમાં ગઈકાલે રાત્રે બનેલી ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ જેવી ઘટનાને રાતથી જ ટોક ઓફ ધી ટાઉન બની ગઈ હતી. આ ઘટનામાં...
સુરત: (Surat) સુરતમાં ઘણું યુવાધન નશાના રવાડે ચઢયું છે ત્યાં હવે બાળ યુવાધન પણ નશાના રવાડે ચઢી રહ્યું હોવાનો ભયાવહ કિસ્સો શહેરના...
નવી દિલ્હી (New Delhi): આ અઠવાડિયુ દેશમાં કોરોનાની રસીની (Corona Vaccine) મંજૂરી અને જલ્દી જ રસીકરણ (Vaccination) શરૂ થવાના સારા સમાચાર લઇને...
વડોદરા: સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ઠગવાનો સિલસિલો યથવાત છે. અત્યાર સુધી ફેસબુક અથવા ઓનલાઇન એપ્લીકેશન થકી યુઝર્સ સાથે છેતરપીંડી કરવામાં આવતી હોવાના...
વડોદરા: શહેરના હરણી રોડ પર આવેલી પિતાની મિલકતમાં ભાઈએ બંને બહેનોને જાણ કર્યાં વગર સિટી સર્વેની કચેરીમાં ખોટુ પેઢીનામું તૈયાર કરાવીને પોતાના...
ઉત્તર પ્રદેશ લવ જેહાદ(LOVE JIHAD) સંબંધિત વટહુકમના મુદ્દે બુધવારે સુપ્રીમ કોર્ટ(SUPREM COURT)માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે હાલમાં આ વટહુકમ...
વડોદરા: ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે કોરોના મહામારીનાં કારણે ધોરણ ૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓની પરીક્ષા થોડી મોડી લેવામાં આવશે તેવો નિર્ણય...
વડોદરા: બરોડા ક્રિકેટ એસોસિએશનમા એમ.એસ. યુનિવર્સિટીને પ્રતિનિધિત્વ આપવા માટે સિન્ડિકેટ સભ્યનું નામ મોકલવામાં આવ્યું હતું. તેનો સ્વીકાર નહીં કરતા આજે વિદ્યાર્થીઓએ એમ.એસ....
મુંબઇ (Mumbai): કોરોના વાયરસને (Corona Virus/Covid-19) કારણે લાંબા સમયથી અટકેલી મુંબઇ લોકલ ફરી દોડવા લાગી છે. જોકે, હાલમાં ટ્રેનમાં પહેલા જેટલી ભીડ...
ખેડૂત આંદોલનનો બુધવારનો 42 મો દિવસ છે. કૃષિ કાયદો રદ કરવાની અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી 11 જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવી...
ગુરુવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરૂ થનારી મહત્ત્વપૂર્ણ ત્રીજી ટેસ્ટ માટે ભારતે તેની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી હતી. રોહિત શર્મા શુબમન ગિલ...
ગાંધીનગર (Gandhinagar): રાજ્ય સરકાર દ્વારા બુધવારે શાળાઓ ખોલવા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં 11 જાન્યુઆરીથી ધો.10-12નાં વર્ગો...
દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી(PRANAV MUKHARJI) એ તેમની આત્મકથા ‘ધ પ્રેસિડેશનલ યર્સ’ પુસ્તકમાં ઘણા ચોંકાવનાર તથ્યોનો ખુલાસો કર્યો છે. આવી સ્થિતિમાં પંડિત...
સુરત (Surat): કોરોનાના (Corona virus/ Covid-19) કેસ હવે ઓછા થયા છે. બધાનું ધ્યાન રસીકરણ પ્રક્રિયા પર છે. એવામાં છેલ્લા કેયલાક દિવસથી સિવિલમાં...
વડોદરા: જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે ભાયલી ખાતે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના ની રસી મૂકવાના પૂર્વ અભ્યાસ રૂપે નિર્ધારિત પ્રોટોકોલને અનુસરીને...
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) ના વરિષ્ઠ સલાહકાર અને ટોપ સાયન્ટિસ્ટ ડો. તપન મિશ્રા(TAPAN MISRA)એ દાવો કર્યો છે કે ત્રણ વર્ષમાં ત્રણ...
બેંગલુરુ (Bengaluru): જાન્યુઆરી કર્ણાટકમાં શાળાઓ અને કોલેજો ફરી શરૂ થયાના માત્ર પાંચ દિવસ પછી ઘણા બધા શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો....
ભારતનાં કેરળ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, મધ્ય પ્રદેશ અને ઝારખંડ જેવાં રાજ્યોમાં બર્ડ ફ્લુના સમાચાર આવતાં આતંક ફેલાઈ ગયો છે. સત્તાવાળાઓ દ્વારા...
વોશિંગ્ટન (Washington): અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) વ્હાઈટ હાઉસમાંથી વિદાય લેતા પહેલા ચીનને મોટો ફટકો માર્યો છે. તેમણે Alipay, WeChat Pay સહિતની...
ચીનના વિસ્તારવાદી વલણથી અનેક પડોશી દેશો પરેશાન છે. થોડા દિવસો પહેલાં ચીને ચાલાકીથી આપણી જમીન પચાવી પાડવાનું ષડયંત્ર રચ્યું હતું. પરંતુ ચીન...
પ્રકૃતિ જયારે અરાજકતાએ ચઢે છે ત્યારે જાન-માલ લઇ પણ લે છે. આમ છતાં પ્રકૃતિનો મૂળભૂત સ્વભાવ અવિરતપણે આપતા રહેવાનો છે. પ્રકૃતિ તરફથી...
MUMBAI, સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે બજારમાં તેજીનો દોર ચાલુ છે. સેન્સેક્સ (SENSEX)79 અંક વધીને 48,517.49 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડેક્સ(INDEX)માં ઓએનજીસીના...
જાન્યુઆરી માસ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને મહાદેવભાઈ દેસાઈની સ્મરણગાથા લઈને આવે છે. મહાદેવભાઈ દેસાઈ જીવનભર બાપુનો પડછાયો થઈને રહ્યા હતા. ભાગ્ય પણ...
ફેસબુક(FACEBOOK)ની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપે(WHATSAPP) તેની શરતો અને ગોપનીયતા નીતિને અપડેટ કરી છે અને તેની સૂચના મંગળવાર સાંજથી ધીમે ધીમે ભારતમાં...
આપણે ત્યાં કોઇકનું અવસાન થાય તો શ્રધ્ધાંજલિના કાર્યક્રમમાં એમ જ કહેવામાં આવે દેશને, રાજ્યને, જ્ઞાતિને કે કુટુંબને એમના જવાથી કદી પુરાય નહીં...
પ્રેમની પતંગની ઉડાન નફરતની પેચ કાપવી, જેટલો લાંબો સંબંધ વધારવો હોય તો દિલથી નભાવવો જોઇએ. જેમના સ્વભાવમાં પ્રેમ નથી, લાગણી નથી તેના...
એક યુવાન કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો .નામ પ્રણવ …..ઘણો હોશિયાર હતો ….ભણતા ભણતા ઘણા કામ કરે …પ્રયોગો કરે ..પૈસા કમાવાની...
ભારતે હમણાં જ કોરોના વાયરસ આપતી એ રસીઓના તાકીદના ઉપયોગને અધિકૃતતા આપી છે. તેમાંની એક છે ‘કોવીશીલ્ડ’ અને બીજી છે ‘કોવાકસીન’.‘કોવીશીલ્ડ’ રસી...
જયાં સુધી મારો વ્યકિતગત સવાલ છે ત્યાં સુધી મને કયારેય કલાસરૂમનું શિક્ષણ આનંદ આપી શકયું નહીં. સ્કૂલમાં ભણતો ત્યારે મારી નજર કાયમ...
મે મહિનામાં જથ્થાબંધ ફુગાવો 0.39% પર આવી ગયો; ખાદ્ય પદાર્થો અને ઇંધણના ભાવમાં ઘટાડો
દિલ્હી આવી રહેલા એર ઇન્ડિયાના ડ્રીમલાઇનર વિમાનમાં ખામી, એક કલાક ઉડાન બાદ હોંગકોંગ પરત ફર્યું
કમાટી બાગમાં જોય ટ્રેન ટ્રેકની આસપાસ રેલીંગ લગાવાઈ, ફરી દુર્ઘટના અટકાવવાના પ્રયાસો
વડોદરામાં ઐતિહાસિક કાલાઘોડા બ્રિજનું રીપેરીંગ કામ મોડે મોડે શરૂ કરતું પાલિકા તંત્ર
સાયપ્રસે PM મોદીને સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા, અત્યાર સુધી 21 દેશોએ તેમને સન્માનિત કર્યા
વિમાન દુર્ઘટના : મૃતકોના મૃતદેહ વડોદરા લવાયા,પરિવારજનોમાં ગમગીની,શોક,રૂદન અને આક્રંદનો માહોલ
રાજા રઘુવંશીનો છેલ્લો વીડિયો સામે આવ્યો: ટ્રેકિંગ કરતી વખતે કેમેરામાં કેદ થયું કપલ, સોનમ સફેદ શર્ટમાં દેખાઈ
ઇઝરાયેલી હુમલાઓ વચ્ચે તેહરાન છોડી લોકો ભાગ્યા, બોર્ડર પર ટ્રાફિક જામ
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્નીએ પતિને ભાવુક વિદાય આપી, આજે રાજકોટમાં અંતિમ સંસ્કાર
જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા જામલીમાં 37 આદિવાસી નવદંપતીના વૈદિક સમૂહલગ્ન
સંખેડામાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદને પગલે હાડોદ રોડ પર પાણી ફરી વળ્યા
ઇઝરાયલી હુમલામાં ઈરાનમાં અભ્યાસ કરતા 2 ભારતીય વિદ્યાર્થીઓ ઘાયલ, ભારતે પરત લાવવાની તૈયારી શરૂ કરી
હરિયાણાની ફેમસ મોડેલનું મર્ડર, ગળું કાપી હત્યારાઓએ રહેંસી નાંખી
વડોદરા : આજવા રોડ પર ઈકો ગાડી પલ્ટી ખાઈ જતા અકસ્માત,ચાલક ઈજાગ્રસ્ત
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના બાદ ફિલ્મ પ્રોડ્યુસર ગુમ, પત્નીને ડર છે કે વિમાન દુર્ઘટનાના શિકાર બન્યા હોય
પ્લેન ક્રેશઃ 92 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, 47 મૃતદેહ પરિવારજનોને સોંપાયા
વડોદરા : દશરથ ગામેથી વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયુ, ચાર આરોપીની ધરપકડ
પત્નીની વાત માની પ્લેનની ટિકિટ કેન્સલ કરી અને જીવ બચી ગયો, ડોક્ટરે પત્નીને કહ્યું થેન્ક્યુ…
સુરતીઓની એરપોર્ટ બાબતે માંગણી ક્યારે પૂરી થશે?
પ્લેન ક્રેશઃ ભરૂચના ત્રણ મૃતકોના મૃતદેહ સ્વજનોને સોંપાયા, ભારે હૈયે દફનવિધિ કરાઈ
મુસાફરે બીડી ફેંકતા પૂણેમાં દોડતી ટ્રેનમાં આગ લાગી, એક પેસેન્જર ટોઈલેટમાં ફસાયો, બૂમાબૂમ મચી ગઈ
મોસમ માણવાની મજા ભૂલી રહ્યા છીએ?
પ્રેમાનંદનો ગુજરાતી પ્રેમ
એવા અકસ્માતો જેમાં વ્યકિતનો કોઈ જ વાંક નથી હોતો
ડભોઇમાં મધ્યરાત્રિએ ચાર કલાકમાં છ ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારો જળ બંબાકાર
ઇરાન ઇઝરાયેલ વચ્ચેના તણાવના કારણે ભારતની આયાત નિકાસને માઠી અસર પડશે
ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ ત્રીજા વિશ્વયુદ્ધમાં રૂપાંતરિત થઈ શકે છે
સુરત એરપોર્ટની પ્રગતિ યુદ્ધનાં ધોરણે આગળ વધવી જોઈએ
તમારા પપ્પાને કદી તમે રડતા જોયા છે ખરા?
પિતા એટલે શું?
સુરત: (Surat) પોલીસ કમિશનરે થોડા મહિના પહેલાં જ શહેરમાંથી ગેંગનો સફાયો બોલાવવા માટે અજ્જુ ટામેટા ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો. જ્યાં એકબાજુ પોલીસ કમિશનર ગેંગનો સફાયો બોલાવવા માંગે છે ત્યાં ઉધના પોલીસ જાણે આ ગેંગના માણસોને પ્રોટેક્શન આપવા માંગતી હોય તેવી રીતે ગંભીર બાબતને સામાન્ય રીતે લઈ પોલીસ કમિશનરની (Police Commissioner) આંખમાં ધૂળ નાંખવા પ્રયાસ કરી રહી છે. તેમાં સીધી ગેંગવોર થઇ હોવા છતાં અને અજજુ ગેંગના માણસોએ ગંભીર રીતે કાલુ ગેંગના માણસોને ઇજાગ્રસ્ત કર્યા પછી આખો કેસ ઉધના પોલીસે દબાવી દીધો છે. આ ગેંગવોરને (Gang War) સામાન્ય મારામારીમાં ખપાવવામાં આવી છે. ઉધના અને લિંબાયત વિસ્તારમાં પોલીસની આ નાલાયકીને કારણે જ ગેંગવોર જેવી વારદાતને કારણો મળી રહ્યાં છે. કમિ.તોમરે આ મામલે કોઇને નહીં છોડવામાં આવશે તે વલણ સ્પષ્ટ કર્યું છે.
ઉધનાના ભીમનગર આવાસમાં રહેતો 17 વર્ષીય સોમનાથ ઉર્ફે ગોલુ રવિ ઉપાડે ગઈકાલે રાત્રે કરફ્યૂના સમયે રાત્રે 11 વાગે ભીમનગરમાં તેના મિત્રો વિક્કી, વિશાલ, રાહુલ, દિલીપ, મોહન તથા હિરેન જાદવ સાથે ઊભા હતા. ત્યારે દીપક ભોજિયા (રહે., ભીમનગર), સુનીલ (રહે., ભીમનગર), છોટેહિરા (રહે., ભીમનગર) તથા ચકલી (રહે., ખત્રીનગર)એ આવીને દીપક ભોજિયા બોલવા લાગ્યો હતો. તુમ કાલુ ભાઈકે આદમી હો અજ્જુ આયેગા તબ તુમકો મારેગા. જેથી સોમનાથ અને તેના મિત્રો ત્યાંથી નીકળીને બુદ્ધિવિહાર પાછળ રેલવે પટરીની પાસે આવેલા પતરાવાળી રૂમ પર જતા રહ્યા હતા.
આશરે સાડા અગિયાર વાગે હિરેન જાદવ હાથમાં લોહી નીકળતી હાલતમાં દોડતો આવ્યો હતો. હિરેન કંઈ કહે તે પહેલા પાછળથી દીપક, સુનીલ, છોટેહિરા તથા ચકલી રૂમમાં ઘૂસી આવ્યા હતા. ચકલીના હાથમાં તલવાર હતી. અન્યોના હાથમાં ચપ્પુ હતો. બધાએ આવીને સોમનાથ ઉપર હુમલો કર્યો હતો. સોમનાથને માથાની પાછળ તલવારનો ઘા મારી બીજો ઘા ડાબા પગના ઘૂંટણ પાસે માર્યો હતો. તેના મિત્ર રાહુલને પગના પાછળના થાપાના ભાગે ચાકુ માર્યો હતો. જીવલેણ હુમલો કરી તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. 108 દ્વારા સોમનાથ, હિરેન તથા રાહુલને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ત્રણેય સારવાર હેઠળ છે.
હત્યાનો પ્રયાસ, છતાં મારામારીની હળવી કલમ લગાવી
ઉધના પોલીસની હદમાં ગઈકાલે બનેલી ઘટનામાં દેખીતી રીતે સોમનાથ અને તેના મિત્રો ઉપર જીવલેણ હુમલો થયો છે. યુવકોને તલવાર અને ચપ્પુના ઘા ઝીંકી મારવાનો પ્રયાસ થયો છે. તેમ છતાં આ ઘટનામાં ઉધના પોલીસે કેસને નબળો પાડવાના ઇરાદે આઈપીસી કલમ 325,324,144 જેવી હળવી કલમો લગાવી છે.