Top News

More Posts

   The Latest

Most Popular

દાહોદ: દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના અગારા ગામે જમીન સંબંધી મામલે તેમજ જુની અદાવતે ગામમાં રહેતાં બે પરિવાર વચ્ચે સામસામે મારામારીના દ્રશ્યો સર્જાતાં બંન્ને પરિવારના મહિલા સહિત કુલ ૫ વ્યક્તિઓને ઈજાઓ થયાનું જાણવા મળે છે. આ સંબંધે બંન્ને પક્ષો દ્વારા સામસામે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. નિશાળ ફળિયામાં રહેતાં મુકેશભાઈ દલસીંગભાઈ બારીઆ દ્વારા નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, ગત તા.૧૪મી નવેમ્બરના રોજ બપોરના ૨ વાગ્યાના આસપાસ તેમના ગામમાં રહેતાં ચતુરભાઈ સમસુભાઈ બારીઆ, શારદાબેન સમસુભાઈ બારીઆ, જયશ્રીબેન સમસુભાઈ બારીઆ અને હિરાબેન સમસુભાઈ બારીઆનાઓએ હાથમાં પથ્થરો લઈ મુકેશભાઈના ઘર તરફ આવ્યાં હતાં અને મુકેશભાઈને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, મારા મોટા બાપની જમીનમાં તું ભાગ કેમ આપતો નથી, તેમ કહેતાં મુકેશભાઈએ જણાવેલ કે, હું મોટ માં નું ભરણ પોષણ કરૂં છું, તને જમીનનો ભાગ નહીં મળે, તેમ કહેતાં ઉપરોક્ત ચારેય જણા એકદમ ઉશ્કેરાઈ જઈ મુકેશભાઈને છુટ્ટા પથ્થરો વડે માર મારી તેમજ પકડી લઈ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવ્યું હતું.

To Top