SURAT

સુરતમાં હવે મેટ્રો રેલની ફેઝ-2ની કામગીરીનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો

સુરત: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા સુરત મેટ્રોના 19.26 કિમી લાઈન-2 માટે અંતિમ સિવિલ ટેન્ડર નોટિસ પણ બહાર પાડી દેવાયા છે. જેમાં કુલ 18 સ્ટેશનો દ્વારા ભેસાણથી સારોલીને જોડશે. હાલમાં જ જીએમઆરસી દ્વારા ફેઝ-1 ના બાકી રહેલા સ્ટેશનના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા અને હવે ફેઝ-2 ના પણ બાકી રહી ગયેલા 8.70 કિમીના 7 એલિવેટેડ સ્ટેશનો માટેના છેલ્લા સિવિલ ટેન્ડરો બહાર પાડી દેવાયા છે અને હવે સુરત મેટ્રોના ફેઝ-1 અને ફેઝ-2 ના તમામ સિવિલ ટેન્ડરો બહાર પાડી દેવાયા છે.

  • મેટ્રો રેલની ફેઝ-2ની કામગીરીનો ધમધમાટ, મજૂરાગેટથી સારોલી સુધીના સ્ટેશન માટે ટેન્ડરો બહાર પાડ્યા
  • આ સ્ટેશનોમાં મજૂરાગેટની સાથે ઉધના દરવાજા, કમેલા દરવાજા, આંજણા ફાર્મ, મોડલ ટાઉન, મગોબ તેમજ ભરત કેન્સર હોસ્પિ.નો સમાવેશ થાય છે

સુરત મેટ્રોમાં ફેઝ-1 માં ડ્રીમસીટીથી સરથાણાનો રૂટ 22.77 કિ.મી નો હશે અને ફેઝ-2 માં ભેસાણથી સારોલીનો રૂટ 19.26 કિ.મી નો હશે. સુરત મેટ્રોના ડીપીઆર મુજબ બંને રૂટની લંબાઈમાં આંશિક વધારો થયો છે. અને બંને રૂટના તમામ ટેન્ડરો બહાર પડતા જ હવે કામગીરીનો ધમધમાટ ચાલશે તેમ જાણવામાં આવ્યું છે. જીએમઆરસી દ્વારા બહાર પાડવામાં આવેલા ટેન્ડર મુજબ બીજા રૂટમાં 8.70 કિમીમાં મજુરા ગેટ ઇન્ટરચેન્જ સ્ટેશનને સારોલી સ્ટેશન સાથે 7 એલિવેટેડ સ્ટેશનોમાં ઉધના દરવાજા, કમેલા દરવાજા, આંજણા ફાર્મ, મોડલ ટાઉન, મગોબ, ભરત કેન્સર હોસ્પિટલ અને સારોલી હશે.

જીએમઆરસી (GMRC) દ્વારા સુરત મેટ્રોના (Surat Metro) પ્રથમ ફેઝને પુર્ણ કરવા માટે બાકી રહી ગયેલા કાપોદ્રાથી સરથાણા સુધીના 4.15 કિ.મીના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. જેમાં કુલ 4 સ્ટેશનો હશે. જે સરથાણા અને કાપોદ્રા સ્ટેશન પાસે ઉત્તર રેમ્પને જોડશે. સરથાણાથી ડ્રીમસિટીના રૂટમાં 6 અંડરગ્રાઉન્ડ સ્ટેશનો છે. અને કાપોદ્રા સ્ટેશન અંડરગ્રાઉન્ડ હશે ત્યારબાદ કાપોદ્રા રેમ્પથી સરથાણા સુધી એલિવેટેડ સ્ટેશન હશે. આ 4.15 કિ.મી ના એલિવેટેડ રૂટમાં સરથાણા, નેચર પાર્ક, વરાછા ચોપાટી ગાર્ડન અને શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ આમ 4 સ્ટેશન બનશે જેથી ડ્રીમસિટીથી સરથાણાના સંપુર્ણ રૂટ પુર્ણ થશે.

Most Popular

To Top