Dakshin Gujarat

ભરૂચમાં ગુજરાત ગેસ કંપનીમાંથી 43 કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પાણીચું પકડાવી દેવાતાં હોબાળો

ભરૂચ: ભરૂચ (Bharuch)ની ગુજરાત ગેસ કંપની (Gujarat Gas Company) માં વર્ષોથી કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા 43 કર્મચારીને (employs) કોઈપણ જાતની કારણદર્શક નોટિસ (Notice) વિના ફોન ઉપર જ ફરજ મોકૂફ કરી દેવાની જાણ કરાતાં ગુજરાત ગેસ કંપની બહાર કર્મચારીઓએ વિરોધ (Protest) પ્રદર્શન કર્યું હતું.

શહેરની કલેક્ટર કચેરી રોડ ઉપર ભૃગુઋષિ ભોલાવ બ્રિજ નીચે આવેલી ગુજરાત ગેસ કંપનીમાં રાજદીપ ઇન્ટરપ્રાઈઝમાં વર્ષોથી ફરજ બજાવતા 43 જેટલા કર્મચારી સુપરવાઈઝર, ઓફિસ બોય, સફાઈ કર્મચારી, માળી તરીકે કામ કરતા હતા. તેમને એકસાથે નવો કોન્ટ્રાક્ટ આવતાં પગારવધારો માંગતાં ફરજ પરથી મોકૂફ કરી દેતાં કર્મચારીઓ અને તેમના પરિવાર પર આફત આવી પડી છે.

વર્ષોથી કામ કરતા આ કર્મચારીઓ અગાઉથી ચાર જેટલા કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવી ચૂક્યા છે. જે કોઈ પણ નવો કોન્ટ્રાક્ટ આવતો તો તેમને ફરીથી તેમના કોન્ટ્રાક્ટમાં ફરજ પર લઈ લેતા હતા. પરંતુ હાલના કોન્ટ્રાક્ટરે લેખિત નોટિસ વિના ટેલિફોનિક જાણ કરી ફરજ મોકૂફ કરી દીધા હતા. નોકરીમાંથી છૂટા કરી દેવાયેલા કર્મચારીઓએ ગુજરાત ગેસ કંપનીના ગેટની બહાર વિરોધ કર્યો હતો. આ કામદારોમાંથી અડધા ઉપરના કર્મચારી 20થી 25 વર્ષ જૂના છે. અને અન્ય 10થી 15 વર્ષ જૂના છે. કંપની સત્તાધીશોએ પોલીસ બોલાવતાં પ્રદર્શન કરી રહેલા 8 જેટલા કર્મચારીની પોલીસે અટકાયત કરી હતી.

અંકલેશ્વરના સારંગપુરમાં નજીવા મુદ્દે એક કોમનાં બે જૂથ વચ્ચે ધીંગાણું
અંકલેશ્વર: અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલા યોગીનગર ખાતે નજીવા મુદ્દે એક કોમનાં બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતાં ત્રણ લોકોને ઇજા પહોંચી હતી. અંકલેશ્વરના બાપુનગર ખાતે રહેતો ઇકરાર ઇસરાર શેખ પોતાની ફોર વ્હીલ ગાડી લઈ પોતાના મિત્ર સાથે અન્ય મિત્રના ભાઈને લઈ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે મૂકવા જતો હતો. એ દરમિયાન યોગીનગરમાં રહેતા સીરાજ અન્સારીના ઘર સામે પાછળથી બકરીનું બચ્ચું ફોર વ્હીલ ગાડી સાથે ભટકાયું હતું. આ અંગે સીરાજ અન્સારી, ઇકરાર ઇસરાર શેખ, મિત્ર ફતેહ બહાદુરસિંગની સાસુને કહેવા ગયો હતો. જે બાદ ફતેહ બહાદુરસિંગના પિતા સીરાજ અન્સારી સાથે વાતચીત કરી સમાધાન કરવા ગયા હતા. ત્યારે બાબુ અન્સારીએ બકરીના બચ્ચાને અકસ્માત સર્જાયો છે તેમને મારવા જ જઈએ તેમ કહેતાં ઇકરાર અને ફતેહ બહાદુરસિંગ ત્યાં ગયા હતા. એ દરમિયાન આવેશમાં આવી ગયેલા બાબુ અન્સારી, અફઝલ અન્સારી, અકરમ અન્સારી અને શેખ ચાંદ બાબુલાલે ઝઘડો કરી બંને મિત્રને માર માર્યો હતો. જ્યારે અફઝલ અન્સારીએ પોલીસમથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ઇકરાર ઇસરાર શેખ ગાડી સ્પીડમાં ચલાવતો હોય, જેને સીરાજે ઠપકો આપતાં ફતેહ અને ઇકરારે મળી ઝઘડો કર્યો હતો અને અફઝલ અને તેના માણસને લોખંડની પાઇપના સપાટા વડે માર માર્યો હતો. મારામારી અંગે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Most Popular

To Top