Top News

ભારતીયોને સાડા ત્રણ કલાકમાં યુક્રેનના આ શહેરને છોડી દેવા આદેશ, બીજી જ મિનીટે મિસાઈલ એટેક

નવી દિલ્હી: (Russia) રશિયા અને યુક્રેન (Ukraine) વચ્ચે ચાલી રહેલાં યુદ્ધના (War) સાતમા દિવસે ભારતીય (India) વિદેશ મંત્રાલયે ફરી એક નવી એડવાઈઝરી (New Advisory) જાહેર કરી છે, જેમાં ભારતીયોને તાત્કાલિક ખારકિવ શહેર છોડી દેવા સૂચના અપાઈ છે. રાજધાની કિવ બાદ ખારકિવ યુક્રેનનું બીજું સૌથી મોટું શહેર છે અને અહીં ખૂબ મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. ભારત દ્વારા એડવાઈઝરી જાહેર કરાઈ તેની બીજી જ ઘડીએ ખારકિવમાં રશિયા દ્વારા મોટો મિસાઈલ હુમલો કરાયો હોવાનું જાણવા મળ્યું છે.

ભારતીય વિદેશ મંત્રાલયે બુધવારે મોડી સાંજે એક નવી એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો જોગ એવી સૂચના આપવામાં આવી છે કે જે ભારતીયો યુક્રેનના ખારકિવ શહેરમાં રહેતા હોય તેઓ તાત્કાલિક ખારકિવ છોડી દે. હાલમાં ખારકિવ શહેરની હાલત ખૂબ જ ખરાબ છે, તેથી ત્યાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને ખારકિવ શહેર છોડવાની વિદેશ મંત્રાલય દ્વારા સલાહ આપવામાં આવી છે.

એડવાઈઝરમાં વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતીયોએ સુરક્ષા માટે ખારકિવ શહેર છોડવું આવશ્યક છે. તેઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ ખારકિવથી પેસોચીન (Pesochin), બાબાયે (Babaye)અને બેજયુડોવકા ((Bezlyudovka)) તરફ આગળ વધે. વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું કે, ભારતીયોએ યુક્રેનના સમય અનુસાર સાંજે 6 વાગ્યા સુધીમાં પેસોચીન, બાબાયે અને બેજયુડોવકા પહોંચી જવું જોઈએ. જણાવી દઈએ કે યુક્રેનના સમયથી ભારતનો સમય સાડા ત્રણ કલાક આગળ છે. તેથી હાલ ભારતીયો પાસે ખારકિવ શહેર છોડવા માટે હજુ સાડા ત્રણ કલાક છે.

ખારકિવમાં સિટી કાઉન્સિલની બિલ્ડિંગને ઉડાવી, સ્કૂલ પર પણ હુમલો
આજે યુદ્ધના સાતમા દિવસે રશિયન સેનાએ યુક્રેનના ખેરસન (Kherson) શહેર પર કબ્જો જમાવી મેળવી લીધો છે, જ્યારે ખારકિવ શહેરમાં રશિયન સેના પહોંચી ગઈ છે. અહીં સિટી કાઉન્સિલની બિલ્ડિંગ અને એક સ્કૂલ પર રશિયાની સેનાએ મિસાઈલ હુમલો કર્યો છે.

ખારકીવમાં જ ભારતીય વિદ્યાર્થી નવીનનું મોત થયું હતું
તમને જણાવી દઈએ કે ખારકીવ યુક્રેનનું બીજું સૌથી મોટું શહેર છે. છેલ્લાં ચાર દિવસથી રશિયાની સેના આ શહેર પર સતત મિસાઈલ હુમલા અને બોમ્બ મારો કરી રહી છે. આ એ જ શહેર છે જ્યાં ભારતીય વિદ્યાર્થી નવીનનું રશિયન આર્મીના ફાયરિંગમાં મોત થયું છે. નવીન કર્ણાટકનો રહેવાસી હતો. આ અગાઉ ભારતીય દૂતાવાસ તરફથી ભારતીયોની સુરક્ષાને ધ્યાનમાં રાખી એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી ચૂકી છે.

ખારકીવ અને સુમી શહેરમાં 8000 ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા
ભારત સરકાર યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન ગંગા ચલાવી રહી છે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે, યુક્રેનમાં 20 હજાર ભારતીય વિદ્યાર્થી ફસાયા હતા, જેમાંથી 12 હજાર વિદ્યાર્થીઓને સહીસલામત પાછા લઈ આવવામાં આવ્યા છે. જે કુલ 60 ટકા છે. હજુ 40 ટકા વિદ્યાર્થી એટલે કે 8 હજાર વિદ્યાર્થી ખારકીવ અને સુમી શહેરમાં ફસાયેલા છે.

Most Popular

To Top