Top News

યુક્રેનમાં જીવ બચાવવા પાકિસ્તાનીઓએ લીધો ભારતીય તિરંગાનો સહારો

યુક્રેન: રશિયા (Russia)અને યુક્રેન (ukrain)વચ્ચે યુદ્ધ (war)ચાલી રહ્યું છે. આ હાલતમાં યુક્રેનના સ્થાનિક નાગરીકો જીવનાં જોખમે અને ભય હેઠળ જીવી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં તબાહી જ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આવા હાલાતમાં ત્યાં અભ્યાસ માટે ગયેલા ભારતીય વિદ્યાર્થીઓની હાલત કફોડી બની હતી. જેથી યુક્રેનમાં ફસાયેલા ભારતના નાગરીકો માટે ઓપરેશન ગંગા શરુ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન હેઠળ નાગરીકોને સુરક્ષિત રીતે ભારત લાવી પોતાના નિવાસ સ્થાને પહોચાડવામાં આવી રહ્યા છે. જેના માટે યુક્રેનના પડોશી દેશોમાંથી એર ઈન્ડિયા, સ્પાઈસ જેટ અને ઈન્ડિગોની ફ્લાઈટ સતત ભારત પહોંચી રહી છે.

યુદ્ધના માહોલમાં પણ ભારતવાસીઓની શાનમાં વધારો થયો છે. જાણીને ગર્વ થશે કે, ભારત દેશની આન, બાન અને શાન ગણાતા ભારતીય તિરંગાએ ભારતીયોની સાથે સાથે પાકિસ્તાન અને તુર્કીના નાગરિકોના પણ જીવ બચાવ્યા છે. યુક્રેનમાં સતત બોમ્બ મારો તેમજ મિસાઈલ અટેકનાં કારણે તબાહી મચી જવા પામી છે. આવા સમયમાં 7 લાખ લોકો યુક્રેન છોડી જતા રહ્યા છે. યુક્રેનમાં ફસાયેલા અન્ય દેશોના નાગરિકોને પણ પરત બોલાવી દેવામાં આવ્યા છે. યુક્રેનથી રોમાનિયાના બુકારેસ્ટ શહેર સુધીના ભારતીય વિદ્યાર્થીઓએ જે કહ્યું, આ દરેક ભારતીયને ગૌરવ અપાવી શકે છે. ભારતીયોએ અહેવાલ આપ્યો કે ત્રિરંગાએ માત્ર તેમને જ ઘણા ચેકપોઈન્ટને સુરક્ષિત રીતે પાર કરવામાં મદદ નથી કરી, પરંતુ કેટલાક પાકિસ્તાની અને તુર્કી વિદ્યાર્થીઓને પણ સુરક્ષિત રીતે ચેકપોઈન્ટને પાર કરવામાં મદદ કરી છે.

યુદ્ધનાં માહોલ વચ્ચે આ રીતે બનાવ્યો તિરંગો
દક્ષિણ યુક્રેનના ઓડેસાના એક મેડિકલ સ્ટુડન્ટે કહ્યું કે, ‘અમને યુક્રેનમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય હોવાને કારણે અને ભારતીય ધ્વજ સાથે રહેવાથી અમને કોઈ સમસ્યા નહીં થાય.’વિદ્યાર્થીઓએ જણાવ્યું કે કેવી રીતે તેઓએ ભારતીય ધ્વજ તૈયાર કરવા માટે બજારમાંથી સ્પ્રે પેઇન્ટ ખરીદ્યો. એક વિદ્યાર્થીએ કહ્યું, ‘હું બજાર તરફ દોડ્યો, કલર સ્પ્રે ખરીદ્યો અને પડદો પણ લીધો. મેં પડદાનાં ઘણા ભાગો પર સ્પ્રે પેઇન્ટની મદદથી ભારતનો ત્રિરંગા ધ્વજ બનાવ્યો. કે જેને અમને સુરક્ષિત રીતે ચેકપોઈન્ટને પાર કરવામાં મદદ કરી. તેમણે કહ્યું કે કેટલાક પાકિસ્તાની અને તુર્કી વિદ્યાર્થીઓએ પણ ભારતીય ધ્વજ લઈને ચેકપોઈન્ટ ઓળંગી હતી. એક ભારતીય વિદ્યાર્થીએ કહ્યું કે આવા સમયે ભારતના ત્રિરંગા ઝંડાએ પાકિસ્તાની અને તુર્કીના વિદ્યાર્થીઓને ઘણી મદદ કરી. તેઓ હાથમાં ભારતનો ત્રિરંગો લઈને ફરતા હતા.

મોલ્ડોવાના નાગરિકો આવ્યા મદદે
એક વિદ્યાર્થીએ કહ્યું, અમે ઓડેસાથી બસ બુક કરી અને મોલ્ડોવા બોર્ડર પર પહોંચ્યા. મોલ્ડોવાના નાગરિકો ખૂબ સરસ છે. તેઓએ અમને મફત રહેવાની વ્યવસ્થા કરી અને ટેક્સી અને બસોની વ્યવસ્થા કરી જેથી અમે રોમાનિયા પહોંચી શકીએ. મોલ્ડોવામાં વધુ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી કારણ કે ભારતીય દૂતાવાસ દ્વારા પહેલેથી જ વ્યવસ્થા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ યુક્રેન-રશિયા યુદ્ધમાં તેમના જીવન માટે ભારતીય દૂતાવાસના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો, જેમણે તેમના ભોજન અને આશ્રયની વ્યવસ્થા કરી. વિદ્યાર્થીએ કહ્યું, ‘જ્યારે કોઈ ભારતીય અહીં પહોંચે છે, ત્યારે તેને રહેવાની જગ્યા અને ખાવાનું આપવામાં આવે છે. રજીસ્ટ્રેશન થઈ જાય છે અને તેમને ક્યારે ઘરે લઈ જવામાં આવશે તેની તારીખ નક્કી કરવામાં આવે છે.

Most Popular

To Top