Gujarat

‘ભાજપ તારા રાજમાં ડ્રગ્સ માફિયા…’ વિધાનસભા સત્રની શરૂઆત સાથે જ કોંગ્રેસનો હોબાળો

ગાંધીનગર: આજથી ગુજરાત (Gujarat) વિધાનસભામાં બજેટ સત્ર (Budget Session) ની શરૂઆત થઇ ગઈ છે. 31 માર્ચ (March) સુધી આ સત્ર ચાલશે. ગુજરાત (Gujarat)માં વિધાનસભા સત્રની શરૂઆત સાથે જ કોંગ્રેસે (Congress) હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના સૂત્રોચ્ચાર વચ્ચે રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ પોતાનું સંબોધન ટૂકાવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોએ પ્લેકાર્ડ દર્શાવી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.

  • વિધાનસભા બજેટ સત્રમાં કોંગ્રેસનો સૂત્રોચ્ચાર સાથે હોબાળો
  • કોંગ્રેસે ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે રાજીનામાની માંગણી કરી
  • ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલેને અભિનંદ આપ્યા

કોંગ્રેસે આક્રમક મૂડમાં આવી જઈ સૂત્રોચ્ચાર સાથે વિધાનસભામાં વિરોધ કર્યો હતો કે ‘ભાજપ તારા રાજમાં ડ્રગ્સ માફિયા મોજમાં…’ રાજકોટમાં થયેલા પોલીસ કમિશનર વંસૂલીકાંડને ઉજાગર કરવા બદલ ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલને અભિનંદન આપતા સૂત્રોચ્ચાર કર્યા હતા કે તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ. ગોવિંદભાઇને અભિનંદન ભાઈ અભિનંદન. આ સાથે જ ડ્રગ્સ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગણી કરી હતી.

નોકરિયાત, મહિલા, ખેડૂતો માટે બજેટ સારું હશે: નાણામંત્રી
આજથી શરૂ થયેલા વિધાનસભા બજેટ સત્રમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યા હતા. આવતીકાલે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે. ત્યારે ગુજરાતના બજેટ અંગે નાણામંત્રીએ કહ્યું કે, આ વર્ષે ખેડૂતો, યુવાનો, મહિલાઓ માટે સારું બજેટ હશે. આ બજેટ તમામ વર્ગને ધ્યાનમાં રાખનારું હશે. માછીમારો, આદિવાસીઓને ધ્યાને રાખીને બજેટ રજૂ કરવામાં આવશે. તેમજ નોકરિયાત વર્ગ માટે બજેટ સારું હશે. આ બજેટ નવી યોજનાઓ સાથે રજૂ કરવામાં આવશે.

2022–23નું આશરે 2.35 લાખ કરોડનું અંદાજપત્ર રજૂ કરે તેવી શક્યતા
આજથી શરૂ થનારા વિધાનસભા બજેટ સત્રમાં ભૂપેન્દ્ર પટેલની સરકારનું આ પ્રથમ બજેટ છે. તો ગુરુવારે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાતનું બજેટ વિધાનસભામાં સૌ પ્રથમવાર રજૂ કરશે. તેઓ વર્ષ 2022–23નું આશરે 2.35 લાખ કરોડનું અંદાજપત્ર રજૂ કરશે તેવી શક્યતાઓ છે. આ વખતે ચૂંટણી પહેલા બજેટ રજૂ થવા જઈ રહ્યું છે.ચૂંટણી પહેલાના આ બિલ પર વિપક્ષ સહિત સૌ કોઈને નજર છે. આ વખતે વિપક્ષ મોંઘવારી,બેરોજગારી, ગરીબી, ખેડૂત, શિક્ષણ, ભરતી કૌંભાડ મુદ્દે સરકારને ઘેરી શકે છે. અંગે આ ઉપરાંત વિધાનસભા સત્રમાં 7 જેટલા મહત્વપૂર્ણ બિલ સરકાર રજૂ કરશે. રાજ્યપાલના સંબોધન સાથે બજેટ સત્રની શરૂઆત થશે. સત્રમાં 2 સરકારી બિલ પણ રજૂ કરવામાં આવશે. 

Most Popular

To Top