SURAT

સુરત મહાપાલિકાની ચૂંટણીમાં નવા યુવા મતદારો ગેમ ચેન્જર બનશે, આટલા મતદારો વધી ગયા

સુરત: (Surat) સુરત મહાપાલિકાની ચૂંટણી (Election) જાહેર થઈ ગઈ છે ત્યારે આજે ચૂંટણીપંચે પણ સુરત મહાપાલિકાના મતદારોની આખરીયાદી જાહેર કરી દેતાં આગામી દિવસોમાં ચૂંટણીની ધમધમાટ વધી જશે. ગત લોકસભાની ચૂંટણી વખતે સુરતની મતદારયાદી અપડેટ થઈ હતી. જે હવે નવી જાહેર થતાં તેમાં આ વખતે 85 હજાર મતદારોનો વધારો થયો છે. એટલે કે નવા મતદારો-યુવા મતદારોનો (Young Voters) નોંધપાત્ર રીતે વધ્યાં છે. મનપાની ચૂંટણીમાં જીત માટે 500 મતથી લઇને બે ત્રણ હજાર મતોનો જ ફરક રહેતો હોય છે. એટલે આ નવા મતદારો ગેમચેન્જર સાબિત થાય તેવી શકયતા છે. જો કે સુરત મનપાની ચુંટણીમાં વર્ષ 2015માં નોંધાયેલા 2654830 મતદારોની સામે આ વખતે કુલ ૩૨,૮૮,૫૦૯ મતદારો નોંધાયા છે. એટલે કે 633670 મતદારો વધ્યા છે. તેમાં મનપાના નવા વિસ્તારોના મતદારોનો પણ સમાવેશ થાય છે.

સુરત મનપાની ચુંટણી માટે તડામાર તૈયારીઓ ચાલુ થઇ ચુકી છે, ત્યારે સુરત મનપાની સુધારેલી મતદાર યાદી જાહેર કરી દેવાતા હવે રાજકીય નેતાઓ તેના વિશ્લેશલમાં લાગી પડ્યા છે. મનપા દ્વારા જાહેર કરાયેલી વર્ષ 2021 મહાનગર પાલિકાની ચુંટણી માટેની સુધારેલી યાદીમાં નવા વોર્ડ સિમાંકન મુજબ કુલ 30 વોર્ડનો સમાવેશ થાય છે. મનપાની મુખ્ય ઓફિસ તમામ ઝોન ઓફિસ અને વોર્ડ ઓફિસમાં મંગળવારથી જાહેર જનતા જોઇ શકાશે તે રીતે નવી મતદાર યાદી મુકાશે.

અત્રે ઉલ્લખનીય છે કે, તા.૦૫/૦૧/૨૦૨૧ ના રોજ સુરત મહાનગરપાલિકાની પ્રાથમિક મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેમાં કુલ ૩૨,૦૩,૦૫૧ મતદારો હતા. ત્યારબાદ તા.૧૫/૦૧/૨૦૨૧ ના રોજ વિધાનસભાની પુરવણી–૧ થી વધારાની મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. સુરત શહેરના મતદારોમાં નવીન મતદારો ૧,૪૭,૭૭૪, કમી થયેલા મતદારો 62,316 મળી આખરી પ્રસિદ્ધીના મતદારો ૩૨,૮૮,૫૦૯ થયાં છે.

સૌથી વધુ મતદારો વોર્ડ નંબર 2ની સરખાણીએ વોર્ડ નંબર 15માં ડબલ મતદારો
સુરત મનપાની સુધારેલી મતદાર યાદીમાં એક વાત ઉડીને આંખે વળી રહી છે કે વોર્ડ નંબર 15 કરંજ-મગોભમાં સૌથી ઓછા 84650 મતદારો છે. જયારે તેની સરખામણીએ સૌથી વધુ મતદારો ધરાવતો વોર્ડ વોર્ડ નંબર 2 અમરોલી-મોટા વરાછા-કઠોર માં 1,73, 526 મતદારો નોંધાયા છે. જે કરંજની સરખામણીએ ડબલ થાય છે.

  • વોર્ડ નંબર નામ પુરુષ સ્ત્રી અન્ય કુલ
  • 1 જહાંગીરપુરા-વરિયાવ-છાપરાભાઠા-કોસાડ 69439 57102 7 126548
  • 2 અમરોલી-મોટાવરાછા-કઠોર 93055 80464 7 173526
  • 3 વરાછા,સરથાણા,સીમાડા,લસકાણા 87257 73605 6 160868
  • 4 કાપોદ્રા 54510 42118 4 96632
  • 5 ફુલપાડા-અશ્વિનીકુમાર 52687 39240 2 91929
  • 6 કતારગામ 59047 51970 0 111017
  • 7 કતારગામ-વેડ 55953 48139 2 104094
  • 8 ડભોલી-સીંગણપોર 69589 52060 12 121661
  • 9 રાંદેર-જહાંગીરબાદ-પાલનપુર 55592 52163 3 107758
  • 10 અડાજણ-પાલ-ઇચ્છાપોર 60921 57165 2 118088
  • 11 અડાજણ-ગોરાટ 50372 48927 1 99300
  • 12 નાણાવટ-સૈયદપુરા-કુબેરનગર-મહિધરપુરા 57699 51774 2 109475
  • 13 વાડીફળિયા-નવાપુરા-બેગમપુરા-સલાબતપુરા 61498 59559 1 121058
  • 14 ઉમરવાડા-માતાવાડી 56917 42531 7 99455
  • 15 કરંજ-મગોબ 48845 35804 1 84650
  • 16 પુણા(પશ્વિમ) 57674 44107 0 101781
  • 17 પુણા-પૂર્વ 69357 53887 3 123247
  • 18 લિંબાયત-પરવટ-કુંભારિયા 54125 42218 6 96349
  • 19 આંજણા-ડુંભાલ 54641 47200 0 101841
  • 20 ખટોદરા-મજુરા-સગરામપુરા 58016 54673 3 112692
  • 21 સોનીફળિયા-નાનપુરા-અઠવા-પીપલોદ 61781 59707 11 121499
  • 22 ભટાર-વેસુ-ડુમસ 62633 55879 4 118516
  • 23 બમરોલી-ઉધના(ઉતર) 51424 34340 5 85769
  • 24 ઉધના(દક્ષિણ) 57303 41538 8 98849
  • 25 લીંબાયત-ઉધનાયાર્ડ 50992 37886 2 88880
  • 26 ગોડાદરા-ડિંડોલી(ઉતર) 59950 40219 7 100176
  • 27 ડિંડોલી(દક્ષિણ) 58539 41587 0 100126
  • 28 પાંડેસરા-ભેસ્તાન 62470 43670 7 106147
  • 29 અલથાણ-બમરોલી-વડોદ 64140 36987 0 101127
  • 30 કનસાડ-સચિન-ઉન-આભવા 60959 44490 2 105451
  • કુલ 1817385 147009 115 3288509
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top