Madhya Gujarat

સાલીયા ચેકપોસ્ટ પાસે ટ્રકમાં ઘાસચારાની આડમાં સંતાડેલો 67,200નો દારૂ ઝડપાયો

ગોધરા: મોરવા હડફના સાલીયા ચેક પોસ્ટ  પાસે પસાર થતા હાઇવે માર્ગ ઉપર થી  પોલીસે બાતમી ના આધારે વોચ ગોઠવી ને સૂકા ઘાસચારા ભરેલ મીણીયા થેલાઓ નીચેથી 67,200રૂપિયાનો  વિદેશી દારૂ  પકડી પાડ્યો હતો પોલીસ ને જોતા દારૂ ભરેલ ટેમ્પાનો  ચાલક ફરાર થયો હતો પોલીસે  દારૂ અને ટેમ્પો મળીને કુલ રૂપિયા  11,7200ના  મુદામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. પંચમહાલ પોલીસ દારૂ બંધી નો કડક અમલ થાય તે માટે  પ્રયાસો કરી રહયા છે એક અઠવાડિયા મા જીલ્લા માથી પાંચ લાખ થી વધુ નો દારૂ પોલીસે પકડી પાડ્યો છે તેમ છતા બુટલેગરો દારૂ ની હેરા ફેરી કરવા માટે અવનવી સ્ટાઇલ વાપરતા હોય છે ત્યારે મોરવા હડફ પોલીસ મથક ના પી.એસ.આઇ એચ.જી.ભરવાડ ને બાતમી મળી હતી કે સાલીયા પાસે પસાર થતા દાહોદ હાઇવે માર્ગ ઉપર આવેલ ટોલનાકા પાસેથી  દારૂ ભરેલ વાહન પસાર થવાનુ છે તેઓ એ બાતમી ને હકીકત ગણી ને તેઓ એ પોલીસ  સ્ટાફ ને સાથે રાખીને  વોચ ગોઠવી હતી.તે દરમિયાન  બાતમી ના વર્ણન વાળો  ટાટા કંપની નો   ટેમ્પો નંબર Gj 23 AT 5171  આવી રહયો  હતો.

તેને ઊભી રાખવા માટે હાથ કરતા તેનો ચાલક ગાડી ઊભી રાખી ને ફરાર થયો હતો પોલીસ એ વાહન ના ડાલા મા તપાસ કરતા દારૂ ની એક બોટલ પણ ના જોવા મળતા પોલીસ અચંબા મા પડી ગઈ હતી.જોકે   પોલીસે સૂકા ઘાસચારા ભરેલ મીણીયા થેલાઓ ઊંચા કરીને જોતા  મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા  6,72,000 ના કિંમતનો  સંતાડી રાખેલ દારૂ નો જથ્થો મળી આવ્યો હતો. મોરવા હડફ પોલીસે દારૂ અને ગાડી મળીને રૂપિયા  11,72,000 નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.જ્યારે પોલીસે દારૂ ના જથ્થા સાથે ઝડપી પાડેલા  ગાડીના નંબર પ્લેટ ના આધારે આરોપી સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

Most Popular

To Top