Dakshin Gujarat

નવાપરામાં વિખૂટા પડેલા 4 વર્ષના બાળકનું પાલોદ પોલીસે માતાપિતા સાથે મિલન કરાવ્યું

હથોડા: પાલોદ પોલીસ ચોકી હદ વિસ્તારના નવાપરા (Navapara) ખાતે રહેતા વિનોદ વિધેશ્વરી પ્રસાદનો ચાર વર્ષનો પુત્ર(Child) ઘરઆંગણેથી ચાલી નીકળતાં અને ઘરનો રસ્તો ભૂલી જઈ નજીકમાં આવેલા જીઆઇડીસી (GIDC) વિસ્તારમાં ગુમ (Missing) થઈ ગયો હતો. માસૂમ પુત્ર ગુમ થઈ જતાં વિનોદ વિદેશ્વરી સહિત પરિવારે પુત્રને શોધવા ચારેકોર મથામણ કરી હતી. પરંતુ પત્તો નહીં લાગતાં નજીકમાં આવેલી પાલોદ પોલીસ ચોકીએ દોડી જઈ પુત્રને શોધી આપવા મદદ માંગતાં પાલોદ પોલીસ ચોકીના નવા પીએસઆઇ જે.કે.મૂળિયાએ પાલોદ પોલીસને ગુમ થયેલા બાળકને શોધવા કામે લગાડતાં પાલોદ પોલીસે ગણતરીના કલાકમાં ગુમ થયેલા બાળકને શોધી આપી પરિવાર સાથે મિલન કરાવતાં પરિવારે પાલોદ પોલીસનો આભાર માન્યો હતો.

શેખપુરમાં પાણીની બોટલ લેવા જાઉં છું કહી સગીરા ગુમ

કામરેજ: મૂળ પોરબંદરના વતની અને હાલ કામરેજના શેખપુર ગામે રહેતા પરિવારની 17 વર્ષીય સગીરા બે દિવસ અગાઉ ઘરે માતાને સવારે 11 કલાકે પેટમાં દુ:ખે છે, સોસાયટીના નાકા પર આવેલી દુકાનેથી ઠંડા પીણાની બોટલ લઈને આવું છું કહીને ગયા બાદ ઘરે પરત ન ફરતાં સગીરાના પિતા અને ભાઈને જાણ કરતાં ઘરે આવીને તપાસ કરતાં કોઈ જગ્યાએ ભાળ ન મળતાં આખરે કામરેજ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top