Charchapatra

કુદરત મનાવે છે વસંતોત્સવ

વસંત ઋતુમાં પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે. વૃક્ષોએ જુના પર્ણો ખંખેરી નવા પર્ણો ધારણ કર્યા જાણે નવા વાધા પહેરી લીધા. ગુલમહોરો સખત ગરમીમાં પણ સફેદ, પીળા, લાલ, ભુરા રંગવાળા પુષ્પોથી ખીલી ઉઠ્યા જાણે વિવિધ રંગોની છત્રી ઓઢી સૌ ઊભા. કેસુડો (ખાંખરો) સીમમાં લાલચટ્ટાક ફૂલ ખીલવી વસંતોત્સવની જાણે છડી પોકારે છે. આમ્ર મંજરી મહેકી ઊઠી ને નર કોયલને જાણે એનો નશો ચઢયોને એ એની પ્રિયતમાને રીઝવવા મીઠા મધુરા ગીતો ગાવા લાગ્યો. કુદરત જાણે મનાવે છે વસંતોત્સવ. પૈસા પાછળ દોડતો માણસ કદાચ વસંતોત્સવ મનાવે કે ન પણ મનાવે.
નવસારી           – મહેશ નાયક      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top