World

પાકિસ્તાની આતંકવાદીઓએ ભારતમાં ઘૂસણખોરી કરવા 150 મીટર લાંબી સુરંગ બનાવી, BSFએ પકડી

જમ્મુ: બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)એ ગુરૂવારે કહ્યું હતું કે તેમણે જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)ના સાંબા(Samba) જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદે(international border) એક સુરંગ(Tunnel) શોધી કાઢી છે. બીએસએફે દાવો કર્યો હતો કે આ સુરંગનો ઉપયોગ કરીને પાકિસ્તાની ત્રાસવાદીઓના અમરનાથ યાત્રાને અવરોધવાના કાવતરાને નિષ્ફળ બનાવી દેવાયું છે. જમ્મુ વિસ્તારમાં આ સંબંધે એક એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.

  • બીએસએફે જમ્મુમાં સરહદ પાર જતી સુરંગ શોધી કાઢી
  • સુરંગનો ઉપયોગ ત્રાસવાદીઓ દ્વારા અમરનાથ યાત્રાને અવરોધવા માટે કરવાના હોવાનો બીએસએફનો દાવો
  • સાંબા જિલ્લાના ચક ફકીરા સરહદી પોસ્યટ વિસ્તારમાંથી 150 મીટર લાંબી સુરંગ બીએસએફને મળી આવી

બીએસએફ અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારની સાંજે સાંબા જિલ્લાના ચક ફકીરા સરહદી પોસ્ટ વિસ્તારમાં 150 મીટર લાંબી સુંરગ મળી આવી હતી. બીએસએફના ડીઆઇજી એસપીએસ સંધુએ કહ્યું હતું કે સુરંગની માહિતી મળવાની સાથે જ બીએસએફે આગામી અમરનાથ યાત્રાને અવરોધવાના પાકિસ્તાની ત્રાસવાદીઓના ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યા છે. તેમણે કહ્યું હતું કે સુરંગ હાલમાં જ પાકિસ્તાન તરફથી ખોદવામાં આવી છે અને તેનું મુખ બે ફૂટ પહોળું છે અને તેમાંથી અત્યાર સુધીમાં રેતીની 21 ગુણી મળી આવી છે. તેમણે એવું પણ કહ્યું હતું કે આ સંબંધે માહિતીઓ એકત્ર કરવામાં આવી રહી છે.

સુરંગ ભારતના અંતિમ ગામથી 700 મીટર દૂર જઇને ખુલે છે
એક અધિકારીએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે પાકિસ્તાની આઉટપોસ્ટ ચમન ખુર્દ (ફૈઝ) સામે ઇન્ટરનેશનલ બોર્ડર પરથી 150 મીટર તેમજ બોર્ડર ફેન્સથી 50 મીટરના અંતરે એક નવી ખોદાયેલી સુરંગની માહિતી મળી છે. તેમણે જણાવ્યું હતું કે આ સુરંગ બોર્ડર પોસ્ટ ચક ફકીરાથી 300 મીટરના અંતરે અને સરહદે ભારતના અંતિમ ગામથી 700 મીટર દૂર જઇને ખુલે છે.

ટનલની સંખ્યા વધીને 11 થઈ
જમ્મુના સુંજવાન વિસ્તારમાં 22 એપ્રિલના રોજ થયેલા એન્કાઉન્ટર પછી BSFએ આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પર સુરંગ શોધવા માટે મોટા પાયે ઓપરેશન શરૂ કર્યું છે. સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના જવાનોને લઈ જતી બસ પર હુમલો કર્યા બાદ આત્મઘાતી જેકેટ પહેરેલા બે ભારે હથિયારોથી સજ્જ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે, છેલ્લા 16 મહિનામાં આંતરરાષ્ટ્રીય બોર્ડર હેઠળ BSF દ્વારા શોધાયેલ આ પ્રકારનું પ્રથમ માળખું છે. જેના કારણે છેલ્લા એક દાયકામાં શોધી કાઢવામાં આવેલી આવી ટનલની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે. ગયા વર્ષે, ફોર્સે જાન્યુઆરીમાં કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં બે ટનલ શોધી કાઢી હતી.

Most Popular

To Top