Charchapatra

આ રીતે મ્યુનિસિપાલિટીનું પાણી ન લેવાય

સામાન્ય નોકરિયાત વર્ગની વાત કરૂ જ્યાં દંપતિ વ્યવસાયી હોય, તેઓની અનેક ઘણી તકલીફો અને મુશ્કેલીઓનો બહુમતી અપરક્લાસ નિગ્લેક્ટ કરે છે. સામાન્ય રીતે એસ.એમ.સી.નું પાણી સવારના સાડા છ વાગ્યે સામાન્ય ફોર્સથી ચાલુ થઈ જાય. પણ આપણો મોટાભાગનો આમ વર્ગ જેમાં રાજકારણીઓ, કોર્પોરેટરો, સરકારી પદાધિકારીઓ વિગેરે પોતાનો નીજી સ્વાર્થ સગવડ સાચવવા ગેરકાનુની રીતે મ્યુનીસીપલની મેઈન લાઈન પર પાણીનું જોડાણ મોટર દ્વારા કરી નાંખે છે. આથી સામાન્ય ફોર્સનું પાણી મોટર દ્વારા ખેંચાઈને ઓવર હેડ ટાંકી ભરાય છે, કેટલાકને કે ઘણાને ખબર હોતી નથી આ ગેરકાનુની છે, દરેક ઘર દીઠ જેમ ઓવર હેડ ટાંકીઓ હોય છે તેમજ એસએમસીનો કાનુન કહે છે કે પહેલા અંડર ગ્રાઉન્ડ ટાંકીઓ ભરવા દો પછી તેમાંથી પમ્પ દ્વારા ઓવર હેડ ટાંકી ભરાવી જોઈએ. પણ જેઓને અમલવારી કરવાની છે તેઓ જો કાનુનભંગ કરતા હોય તો તેઓનો કોણ કાન આમળશે?
રાંદેર     – અનિલ શાહ      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top