Charchapatra

પત્ર લખો, સંવાદમાં રહો

વર્ષો પહેલાં દૂર-સુદુર રહેતાં સ્વજનોને પત્રના માધ્યમ દ્વારા એકબીજાના શુભ-અશુભ સમાચારો વડીલો પહોંચાડતા રહેતા. આજે સોશિયલ મિડિયાના ઝડપી યુગમાં પત્રો બહુ જ ઓછા લખાતા જોવા મળે છે. ઝડપી સંદેશ વ્યવહાર એ આજના જમાનાની તાતી માંગ છે. એની ના નથી, હજી પણ સ્વજનોને પત્ર લખવાની યુવા પેઢીને વિશેિષ જરૂર છે. કોઇ સ્વજન, મિત્ર, સખીનો શુભ  જન્મ દિન હોય, એમને ત્યાં દિકરા કે દિકરીનો જન્મ થોય હોય, શુભ લગ્ન હોય કે દુ:ખદ ઘટના બની હોય કે માંદગી આવી પડી હોય તો પત્રના માધ્યમ દ્વારા આશાયેશ, હૂંફ, આનંદ, શુભેચ્છા પાઠવી શકાય. ટપાલ ખાતુ માત્ર પચાસ  પૈસામાં જ પોસ્ટકાર્ડ વેચે છે. કાશ્મીરથી કન્યાકુમારી કે દેશના અન્ય ભાગમાં મોટી ખોટ ખાઇને સરકારે આ સેવા ચાલુ રાખી છે તે અભિનંદનીય છે.

પહેલાના સમયના દિપાવલી- નવું વર્ષ ને રક્ષાબંધન- બળેવ પર શુભેચ્છાની આપલે થતી હતી. આપણા કોઇ પણ મૂલ્યપાત્ર સૂચન હોય તે માનનીય રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રીમંડળના સદસ્યો, સરપંચ, ધારાસભ્ય, સંસદસભ્ય, કલેકટર, મ્યુ. કમિશનર, પોલીસ કમિશનરશ્રીને સૂચવી શકાય છે. સીનીયર સીટીઝનો આજે પણ પત્ર લખતા જોવા મળે છે. પોસ્ટખાતાના અધિકારીનો પોસ્ટકાર્ડ લખવાની સ્પર્ધાઓ યોજે. મિત્રો, પંદર દિ કે મહિને દૂર રહેતા સ્વજનને પ્રેમભર્યો પત્ર લખી સ્નેહની ભીનાશમાં ભીંજવીએ. પત્ર લેખન આપણા વિચારોનું પ્રતિબિંબ પાડે છે. ને માતૃભાષામાં ગુજરાતી ભાષાને વિકાસમાં પણ ઉપયોગી થઇ શકાય છે.
જહાંગીરપુરા- ભુગભાઇ પ્રે. સોલંકી             – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top