Business

મારું વીર્ય એકદમ પાતળું અને પાણી જેવું આવે છે

મારું વીર્ય એકદમ પાતળું અને પાણી જેવું આવે છે

સમસ્યા: મારું વીર્ય એકદમ પાતળું અને પાણી જેવું આવે છે. તો હું પિતા બનવા સક્ષમ ગણાવું કે નહીં? મારે લગ્ન કર્યાને એક વર્ષ થયું છે પણ બાળક રહેતું નથી. આનો ઝડપી ઉપાય જણાવશો. નહિતર હું નર્મદા કેનાલમાં ઝંપલાવીશ. ક્યા સમયે સેક્સ માણવાથી બાળક રહે તેનો ચોક્કસ સમયગાળો જણાવશો.

ઉકેલ: એક વારના સ્ખલનમાં 69% સેમાઇકલ વેસિકલ, 30% પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ અને માત્ર 1% વીર્ય હોય છે. આ 1% વીર્યની અંદર લાખો અને કરોડો શુક્રાણુઓ હોય છે. જે નરી આંખે દેખાતા નથી. આ શુક્રાણુ યોનિમાર્ગની દીવાલ સાથે ચોંટી જાય છે અને ધીરે ધીરે ગતિ કરતા ગર્ભાશયમાં પહોંચી જાય છે. જો આ વખતે સ્ત્રીના અંડાશયમાંથી સ્ત્રીબીજ ત્યાં આવેલ હોય અને આ બન્નેનું મિલન થાય તો ગર્ભ રહેતો હોય છે. આના માટે વીર્ય પાતળું, ઘાટું, સફેદ કે પીળું હોવાથી કોઇ જ ફરક પડતો નથી. ગર્ભ રહેવા માટે પુરુષના શુક્રાણુની સંખ્યા અને તેની હલન-ચલન શક્તિ અગત્યની છે. સ્ત્રીબીજ માસિકના બારમાંથી અઢારમા દિવસની વચ્ચે છૂટું પડતું હોય છે માટે આ દિવસોમાં તમારે નિયમિત સંબંધ રાખવો જોઇએ. સૌ પ્રથમ તો આપના વીર્યનો રિપોર્ટ કરાવો. એના માટે ઓછામાં ઓછા ત્રણ દિવસ અને વધારેમાં વધારે પાંચ દિવસ સુધી સંબંધ રાખેલ ના હોવો જોઇએ. જો આપના રિપોર્ટ નોર્મલ આવે તો પત્નીના રિપોર્ટ કરાવવા જરૂરી બને છે પરંતુ જો કોઇ કારણસર આપના શુક્રાણુ ઓછા હોય અથવા કોઇ તકલીફ હોય તો હવે ચિંતા કરવા જેવું નથી. નવી આવેલ દવાઓથી શુક્રાણુની સંખ્યા અને હલન-ચલન શક્તિ ચોક્કસ વધી શકે છે. નર્મદા કેનાલમાં ઝંપલાવવાનો વિચાર તત્કાલ મનમાંથી કાઢી નાખશો. આપ ચોક્કસ પિતા બની શકો છો.

સમસ્યા: હું ખરેખર ખૂબ જ મુંઝાઇ ગયો છું. શું કરવું તે ખબર પડતી નથી. મારા વિવાહ બે મહિના પહેલાં જ થયા છે. મને છોકરી ખૂબ જ ગમે છે. ગયા અઠવાડિયે તે મારા ઘરે આવેલ. એ દરમ્યાન મને ખ્યાલ આવ્યો કે તેના પેટના ભાગમાં ચામડી ઉપર સફેદ પટ્ટાઓ દેખાય છે. મેં મારા મિત્રની પત્નીને આ વિશે પૂછી જોયું તો તેણે જણાવ્યું કે પ્રસૂતિ પછી આ પટ્ટા મોટાભાગની સ્ત્રીઓમાં જોવા મળે છે. તો મારી પત્નીને પહેલા ગર્ભ રહ્યો હશે? આપ જ કહો આ વાત ઘરના વડીલોને કેવી રીતે કહું? અને જો ના કહું તો આખી જિંદગી મનમાં ને મનમાં જ દુ:ખી થતો રહું. આ વાત જાણ્યા પછી મને રાતે ઊંઘ નથી આવતી કે કોઇ જ વાતમાં રસ પડતો નથી.

ઉકેલ: તમારા મિત્રનાં પત્નીએ તમને જે જણાવ્યું કે પ્રસૂતિ પછી સ્ત્રીના પેટ ઉપર સફેદ પટ્ટાઓ દેખાય એ વાત સાચી છે પરંતુ આવા પટ્ટાઓ પડવાનું આ જ માત્ર એક કારણ નથી. આજના જમાનામાં છોકરીઓ પોતાની કમર પેન્સિલ જેટલી પાતળી હોય તેમ ઇચ્છતી હોય છે. જેથી તેઓ ડાયટિંગ કરી વજન ઉતારે છે એટલે પહેલા ખેંચાયેલ ચામડીને અવકાશ મળે છે અને તેના કારણે પણ આવા પટ્ટાઓ દેખાઇ શકે છે. શક્ય છે આ નિશાનીઓ શરીરના બીજા ભાગ પર પણ દેખાય. આવા પટ્ટાઓ ડાયટિંગ કરી વજન ઉતારેલ પુરુષોમાં પણ જોવા મળે છે. કેટલીક વાર સ્ત્રી હોર્મોન્સના પ્રમાણમાં અસાધારણ વધઘટ થાય તો પણ આવા પટ્ટા દેખાઇ શકે છે. માટે તમારી ભાવિ વાગ્દત્તાના પેટ ઉપર જોયેલા પટ્ટાને શંકા અને ચિંતાનો વિષય બનાવવાની જરૂર નથી. લગ્નજીવનની શરૂઆત વિશ્વાસથી થાય તે જરૂરી છે.

મને ઇન્દ્રિયની લંબાઇનો પ્રોબ્લેમ છે

સમસ્યા: મને ઇન્દ્રિયની લંબાઇનો પ્રોબ્લેમ છે. પરંતુ બધા કરતાં જુદો છે. મારી ઇન્દ્રિયની લંબાઇ વધારે છે. મને કોઇ એવો ઉપાય બતાવો જેથી ઇન્દ્રિયની લંબાઇ ઓછી થઇ શકે. આના માટે કોઇ દવા અથવા ઓપરેશન શક્ય છે? મારી ઉંમર 40 વર્ષની છે.

ઉકેલ: સ્ત્રીનો યોનિમાર્ગ ઇલાસ્ટિક રબર જેવો છે. જેથી લંબાઇ અને જાડાઇ વધારે કે ઓછી હોવાથી આનંદમાં કોઇ જ ફેર પડતો નથી. બધા જ પ્રકારની ઇન્દ્રિયનો આરામથી પ્રવેશ થઇ શકે છે. લંબાઇ ઓછી હોય તો વધી શકે જરૂર પરંતુ કમનસીબે વધુ લંબાઇ ઓપરેશન કે દવા દ્વારા ટૂંકી થઇ શકતી નથી. જો આપના સાથીને તકલીફ પડતી હોય તો ફોરપ્લેમાં સમય વધારી શકો છો અથવા કોઇ પણ ક્રીમ કે તેલનો પ્રયોગ પ્રવેશ પહેલાં કરવાથી તેમને તકલીફ નહીં થાય.

સેક્સ ટીપ્સ અયોગ્ય આહાર ખાવાની ટેવ

જો તમે જંક ફૂડ ખાવાના શોખીન હશો તો તમે તમારા શરીરમાં અઢળક માત્રામાં રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ્સ, ખાંડ તથા સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ ઠાલવી રહ્યાં છો. આ પ્રકારનો ખોરાક લેવાથી શરીરમાં તમારા લોહીનો પ્રવાહ ધીમો પડે છે અને જાતીય સુખ માણવાની તમારી ક્ષમતા પર અસર થાય છે. જંક ફૂડ ખાવાનું બંધ કરી રોજિંદા આહારમાં વધુ પ્રમાણમાં ફળ, શાકભાજી તથા સૂકોમેવો, કઠોળ તથા ટોફુનું પ્રમાણ વધારો. બોનસઃ તંદુરસ્ત આહાર લેવાથી સેક્સ માટેની તમારી ઊર્જામાં નોંધપાત્ર વધારો થાય છે.

સતત તણાવમાં રહેવું

સતત તણાવ અને ચિંતા તમને દરેક રીતે થકવી નાખે છે. જ્યારે તમે તમારા શરીરને તણાવના અંતઃસ્રાવોથી લાંબા સમય સુધી ભરી રાખો છો ત્યારે તે તમારી તંદુરસ્તી પર માઠી અસર સર્જે છે અને સેક્સ માણવાની તમારી ઈચ્છાઓને હણી નાખે છે. તમને કઈ વસ્તુની ચિંતા રહ્યા કરે છે અથવા કયા કારણોસર તમે સતત તણાવગ્રસ્ત રહો છો તે શોધી તેને દૂર કરવાના ઉપાયો અંગે વિચારો. આ ઉપરાંત તણાવમાંથી રાહત મેળવવા રોજ બગીચામાં ચાલવા જવાની, યોગના વર્ગોમાં જોડાવાની કે તમારા મનગમતા કોમેડી શોના ભાગ જોઈ નિયમિત હસવાની ટેવ પાડવી જોઈએ.

સમાગમ પહેલાં ફોરપ્લે
નથી કરતાં

સમાગમ કરતાં પહેલાં તેના માટે પૂરતું ઉત્તેજિત અને માનસિક રીતે સજ્જ થવું જરૂરી છે, વિજ્ઞાન પણ આ બાબતનું સમર્થન આપે છે. જ્યારે સ્ત્રી-પુરુષો સમાગમ પૂર્વે ફોરપ્લે કે કોઈ પણ પ્રકારની જાતીય ઉત્તેજના વધારનારી રતિક્રિયાઓ માણે છે ત્યારે તેમનો સમાગમ વધુ રોમાંચક હોય છે. મુખમૈથુન કે હસ્તમૈથુન જેવી ક્રિયાઓ દ્વારા ઉત્તેજના વધારવામાં મદદ મળે છે.

વધુ પડતી વ્યસ્તતા

જ્યારે વ્યક્તિ ઓફિસ કે ઘરના કામમાં કે જવાબદારીઓમાં વધુ પડતો વ્યસ્ત બની જાય છે ત્યારે મોટાભાગે તેની કાર્યસૂચિમાંથી સૌથી પહેલા પડતું મુકાનાર કામ સેક્સ હોય છે. પરંતુ તમારા સંબંધોમાં તમારે ઘનિષ્ઠતાને પ્રાથમિકતા આપવી જરૂરી છે. સેક્સ માટે ચોક્કસ સમય નક્કી કરવો કે પૂર્વાયોજન કરવું તે કદાચ રોમાંચને હણી નાખનારું લાગે તે સ્વાભાવિક છે પરંતુ તેમ કરવાથી એક વાત સુનિશ્ચિત થશે કે તમે તેને કોરાણે નથી મૂકી દેતાં. તો હમણાં જ તમારા કેલેન્ડરમાં તે માટેની નોંધ કરી દો. તેનાથી તમે વધુ નિકટતાનો અનુભવ કરી શકશો, જે સમાગમ દરમિયાન તમારા જોશમાં વધારો કરનારું સાબિત થશે.

Most Popular

To Top