National

બળવા બાદ સુરત આવેલા એકનાથ શિંદેનું નિવેદન: કહ્યું, અમે બાલા સાહેબના સાચા હિન્દુ..

સુરત(Surat) : મહારાષ્ટ્રમાં (Maharashtra) ઉદ્ધવ ઠાકરેની (Uddhav Thackeray) સરકાર જોખમમાં મુકાઈ છે. એમએલસી ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયા બાદ મંત્રી અને શિવસેનાના (Shivsena) અગ્રણી નેતા એકનાથ શિંદે (Eknath Shinde) સોમવારે રાત્રે ગુજરાતના સુરતમાં 30 ધારાસભ્યો સાથે જતા રહ્યાં છે. શિંદેનો દાવો છે કે તેઓ પાસે 25થી વધુ ધારાસભ્યોનું (MLA) સમર્થન છે. દરમિયાન મહારાષ્ટ્રના જલગાંવના ભાજપના ધારાસભ્ય સંજય કુલટે સુરત આવી પહોંચ્યા છે. ભાજપના બીજા 9 ધારાસભ્યો પણ સુરત આવવા મહારાષ્ટ્રથી રવાના થયા હોવાની વિગતો સાંપડી છે. આ તરફ દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી પહોંચી ગયા છે, તેથી ભાજપ મહારાષ્ટ્રમાં સરકાર ઉથલાવી દે તેવા સંકેત મળી રહ્યાં છે.

દરમિયાન વિદ્રોહ બાદ એકનાથ શિંદેનું પહેલું નિવેદન સામે આવ્યું છે. તેમણે ટ્વીટ કર્યું છે કે અમે બાળાસાહેબના સાચા શિવસૈનિક છીએ. બાળાસાહેબે અમને હિન્દુત્વ શીખવ્યું છે. અમે સત્તા માટે ક્યારેય છેતરપિંડી કરીશું નહીં. બાળાસાહેબના વિચારો અને ધર્મવીર આનંદ સાહેબે આપણને છેતરવાનું શીખવ્યું નથી.

એકનાથ શિંદે એનસીપી (NCP) અને શિવસેનાના ગઠબંધનથી નારાજ હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ તેઓ એનસીપી અને કોંગ્રેસનો સાથ છોડી શિવસેના ભાજપ (BJP) સાથે મળી મહારાષ્ટ્રમાં સરકાર બનાવે તેવી માંગણી કરશે. આ તરફ મુંબઈ કોંગ્રેસમાંથી એક માહિતી બહાર આવી છે, તે અનુસાર કોંગ્રેસના ધારાસભ્યો દિલ્હી જવાના નથી. તેઓને મુંબઈમાં જ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ ભાજપે મુંબઈ ભાજપના 105 ધારાસભ્યોને અમદાવાદમાં બોલાવી લીધા છે, જેથી શિવસેના કોઈ ઉંધો ખેલ નહીં પાડે.

તમને જણાવી દઈએ કે પાર્ટીના નેતા એકનાથ શિંદે (Eknath Shinde) 30 ધારાસભ્યોને (MLA) લઈ સુરત આવી પહોંચ્યા છે. સોમવારે સાંજથી એકનાથ શિંદેએ પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે તેઓ સંપર્કમાં હોવાની માહિતી સાંપડી છે. હાલમાં સુરતના ડુમસ ખાતે આવેલી લા મેરેડિયન હોટલ ખાતે શિવસેનાના નેતાઓનો આખોય કાફલો રોકાયો છે. તેથી હોટલની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તાકીદની બેઠક બોલાવી છે. આ ઘટનાએ ફરી એકવાર ખજૂરાહોની યાદ અપાવી દીધી છે.

Most Popular

To Top