Vadodara

વાહનને થઇ રહેલા નુકસાનની જવાબદારી તંત્રની કે કોન્ટ્રાક્ટરની ?

વડોદરા : શહેરમા જ્યાં થી વાહન પસાર થાય તે તમામ રોડ બિસ્માર અને ખાડા ટેકરા વાળા જ કેમ જૉવા મળે છે. તંત્રના અને શાસક પક્ષનાં ઍક પણ જવાબદાર અધિકારીઓ ની જાહેર માર્ગ પર નજર પડતી નથી કે જાણી જોઈને નજઅંદાજ કરે છે. આજવા રોડ ની રાતોરાત કાયાપલટ થઈ ગઈ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માત્ર એક કલાક ની સભાના કારણે સ્થાનીક રહીશો ને માગ્યા વગર લાભ મળ્યો છે. આવા તમામ લાભ (રોડ, પાણી, ડ્રેનેજ, સફાઈ) તમામ શહેરીજનોને કેમ નથી મળતા? વેરા તો પ્રજા ભરે છે. અને એસી કેબિનમાં બેસીને કરોડોની ખાયકી ક્યા થાય છે એ તો વડોદરાના છોકરા સુદ્ધાં જાણે છે. પાલિકાના લાંચિયા અધિકારીઓ અને ભ્રષ્ટ કોન્ટ્રાકટરો ના પાપે સંસ્કારી નગરી વડોદરા સમગ્ર રાજ્યમાં ખાડોદરા ના નામે ઓળખાતી થઈ ગઈ છતાંય ઍક પણ નપાણીયા નેતાઓનાં પેટનું પાણી સુદ્ધાં હલતું નથી. એકે એક જાહેર માર્ગ હોય કે સોસાયટીના આંતરિક રસ્તા. મસમોટા ખાડા, લેવલીંગ વગરના આડેધડ બનાવાયેલા રોડ થી તો પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે.

તેમાં પણ સૌથી લાંબા બ્રીજની કરમ કહાણી બાબતે તો લાખો વાહન ચાલકો રોજ તંત્ર અને કોન્ટ્રાક્ટર પર ફિટકાર જ વરસાવે છે. સર્વિસ રોડના ઉપરથી પસાર થતું વાહન નઈ નાવડી પસાર થતી હોય તેમ હાલક ડોલક થાય છે. સવાર થી મોડી રાત સુધી જ્યારે જુઓ ત્યારે વર્ષો થી ટ્રાફીક જામના દ્રશ્યો જ જૉવા મળે છે. હવે ચોમાસુ માથે બેઠું છે. તંત્રની પ્રી મોન્સુન ની કામગીરીના બણગા સાંભળી ને તો શહેરીજનોના મોઢે થઈ ગયા છે . વર્ષોથી ચોમાસામાં શહેરની હાલત જોઈને પણ સત્તાધીશો અને પદાધિકારી ઓની આખ ખુલતી નથી. સેવાના નામે મેવા ખાવાના વધું મોટા કૌંભાંડનો તખ્તો  તો ચોમાસા બાદ જ તરત ઘડાઈ જાય છે અને બધાની ભાગ બટાઈ સાથેની કામગીરીની પણ વહેંચણી પણ અંદર ખાને ચૂપ ચાપ થઈ જશે. પ્રજાને જે હાલાકી અને હાડમારી વેઠવી પડે એ ભોગવશે. તેવું શહેરના વરિષ્ઠ નાગરિકો પાસે થી જાણવા મળ્યું હતું.

રોડ કામગીરી સત્વરે પૂરી કરવામાં આવશે
ગેંડા સર્કલ થી ગોરવા તરફ જવાના માર્ગ પર લેવલીંગ બાબતે ભય જનક અકસ્માત ની સંભાવના વધી જાય છે. તે બાબતે ચેરમેન હિતેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે કામગીરી પુર્ણ થવાના આરે જ છે ચોમાસા પૂર્વ તમામ કામ પૂરું કરી નાખવા સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે.
-ડો. હિતેન્દ્ર પટેલ, સ્થાયી સમિતિ ચેરમેન

Most Popular

To Top