Dakshin Gujarat

જેઠે અડપલાં કર્યા એ વાત સાસુને કરી તો બાળકને છીનવી વિધવા વહુને ઘરમાંથી કાઢી મુકી

ભરૂચ, ઝઘડિયા : ઝઘડિયામાં (Zaghadiya) રહેતી વિધવા માતા (Widow Mother) પાસેથી સાસરી પક્ષવાળાએ ચાર વર્ષના બાળકને છીનવી લઈને ઘરમાંથી કાઢી મુકતા મુશ્કેલીમાં મુકાયેલી વિધવાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં મદદ માંગી હતી. આખરે 181ની રેસ્ક્યુ (Rescue) ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સાસરિયાં સાથે ચર્ચા કરીને વિધવા માતાને બાળક અપાવતા આખું વાતાવરણ ગદ્દગદ્દિત થઇ ગયું હતું

ઝઘડિયામાં રહેતી રીટા (નામ બદલ્યું છે)ના 10 વર્ષ પહેલાં લગ્ન થયા હતાં. આ લગ્ન સમયગાળામાં તેને ખોળે એક પુત્રએ અવતરણ લીધું હતું. રીટા તેના પતિ સાથે સાસરીમાં જ રહેતી હતી. પરંતુ બે વર્ષ પહેલાં રીટાના પતિ બીમારીના કારણે મોતને ભેટ્યા હતા. રીટાના પતિના મૃત્યું બાદ તેની સાસરિયામાં સાસુ, જેઠ અને તેમના ભત્રીજા સાથે રહે છે. રીટા પોતાની આજીવિકા ચલાવવા માટે ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. જેઠે રીટા પર દાનત બગાડી અવાર નવાર શારીરીક છેડછાડ કરતો હતો.

આ અંગેની જાણ રીટાબેને તેની સાસુને કરતા સાસુએ પણ તેમના પુત્રની તરફેણ કરીને તેની સાથે ઝઘડો કરીને તેનો જ વાંક કાઢીને કોઈ પણ વ્યક્તિને આ વાત નહિ કહેવા દબાણ કર્યું હતું. જેઠે રીટા પર અન્ય પુરુષ સાથે અફેર ચાલતું હોવાના ખોટા આરોપ મુકીને ઘરમાંથી કાઢી મૂકીને ચાર વર્ષના તેના પુત્રને લઇ લીધો હતો. ત્યાર બાદ રીટાએ તેના પિયરમાં જઈને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને તેના પુત્રને અપાવવા મદદ માંગી હતી. કોલ મળતા જ અભયમ ટીમના કાઉન્સિલર રેસ્ક્યુ વાન સાથે સ્થળ પર પહોંચી રીટાના સાસરિયાને આ રીતે વિધવાને પરેશાન કરવા એ ગુનો બને છે અને તેમજ અન્ય બાબતો સમજાવી તેમની પાસેથી બાળકને લઈને રીટાબેનને સોંપતા માતાની ખુશીનો કોઈ પાર ન રહ્યો હતો.

ગણદેવીમાં ગર્ભવતી મહિલાનો ગળે ફાંસો ખાઈ આપઘાત
નવસારી : ગણદેવીમાં ગર્ભવતી મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાનો બનાવ ગણદેવી પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, મૂળ એમ.પી. અલીરાજપુર જિલ્લાના સોંડવા તાલુકાના બીછોલી ગામે જામની ફળીયામાં અને હાલ ગણદેવી ફાયર સ્ટેશનના ધાબા ઉપર ભુના ડુંગરસિંહ કનેશ (ઉ.વ. 21) તેના પતિ સાથે રહેતી હતી. ભુનાબેનને બે મહિનાનો ગર્ભ હતો અને તેણીની તબિયત સારી રહેતી ન હતી. જેથી ભુનાબેને તેના પતિ ડુંગરસિંહને વતન અલીરાજપુર જવા માટે કહ્યું હતું. ત્યારે તેના પતિ ડુંગરસિંહે સાંજે વતન લઈ જવા માટે કહેતા ભુનાબેનને ખોટું લાગી આવ્યું હતું. જેના કારણે ભુનાબેને તેના ઘરની બારીના ગ્રીલને ગમછો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે ગણદેવી પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થેની તજવીજ હાથ ધરી છે. જ્યારે પોલીસે મૃતકના પતિ ડુંગરસિંહની ફરિયાદને આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. જી.એસ. પટેલે હાથ ધરી છે.

Most Popular

To Top