Vadodara

દૂષિત પાણી મુદ્દે પાલિકાની સભા તોફાની બની

વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની દામાન્ય સભા યોજાઈ હતી. જેમાં મેયર , મ્યુનિસિપલ કમિશ્નર, ડેપ્યુટી મેયર ,સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વંદેમાતરમના ગાન સાથે સભાની શરૂઆત કરવામાં આવી હતી. સભાની શરૂઆતમાં પાણી પુરવઠા સમિતિના ચેરમેન મનીષ પગારએ પણ મેયરના અભિનંદન આપતા જણાવ્યું હતું કે
સિંધરોટથી પાણી લાવવાની યોજના માટેના ધારાસભ્ય અને મેયરના પ્રયાસોને સફળતા મળી હતી અને વડોદરા કોર્પોરેશનના કામોની નોંધ વડાપ્રધાને લીધી તે માટે ધારાસભ્ય અને મેયર સાથે તમામ કાઉન્સિલર ને પણ અભિનંદન આપ્યા હતા. વોર્ડ નંબર 9ના કોર્પોરેટર શ્રીરંગ આયરે વિસ્તારની ટી.પી ૧૦ ની મંજૂરી ની જાહેરાત માટે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,સયાજીગંજ વિધાનસભા મતક્ષેત્ર ના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, વડોદરાના મેયર તેમજ ભાજપના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને રજુઆત કરી હતી કે ટી.પી ની જે સુવિધાઓ છે તે નાગરિકોને વહેલી મળે અને દબાણો પણ દૂર થાય તે જરૂરી હોવાનું જણાવ્યું હતું.

ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા પાણીના મુદ્દે રજૂઆત કરવા દરમિયાન ધારાસભ્ય યોગેશભાઈ વિરુદ્ધ નિવેદન કરતાં નગર સેવકો ભડક્યા હતા. ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું કે યોગેશભાઈ કહે છે કે ફકત મારા વિસ્તારને પાણી મળવું જોઈએ. પાલિકાની સભામાં જ્યારે દક્ષિણ ઝોન ના કાઉન્સિલરો પાણીની સમસ્યાના નિવારણ ને લઈને મેયરના શુભેચ્છા આપી રહ્યા હતા ત્યારે વોર્ડ નંબર 15ના કાઉન્સિલર આશિષ જોશી દ્વારા રજૂઆત કરવામાં આવી કે અમારા વિસ્તારની સમસ્યા નું નિરાકરણ ક્યારે આવશે ? દોઢ વર્ષ થી રજૂઆત કરી રહ્યો છું, કોઈ પરિણામ આવતું નથી. આજે પણ નાલંદા તાકીમાં પાણીનું લેવલ સૌથી ઓછું છે.

માંજલપુર વાણિયા શેરીમાં દૂષિત પાણી પ્રશ્ને ભારે રોષ
વડોદરા : વડોદરા શહેરના માંજલપુર ગામમાં આવેલ વાણીયા શેરીમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાથી સ્થાનિક રહીશોની હાલત કફોડી બનવા પામી છે.હજી ચોમાસુ તેના પ્રથમ ચરણમાં છે.ત્યારે સ્થાનિકો દુષિત પાણી પીવા મજબૂર બન્યા છે.વારંવારની રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતાં સ્થાનિકોએ પાલિકા વિરૂધ્ધ સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વડોદરા શહેરમાં મહાનગર પાલિકા તંત્રના કારણે નગરજનો અનેક સમસ્યાથી ત્રસ્ત બન્યા છે.તેવામાં વધુ એક વિસ્તારમાં પાણીની સમસ્યામાં ઉમેરો થવા પામ્યો હતો.શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા માંજલપુર ગામમાં વાણીયા શેરીમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાથી સ્થાનિકોની હાલત કફોડી બની છે.

સ્થાનિક રહીશો દ્વારા સ્થાનિક કોર્પોરેટર ,વોર્ડ કચેરી તેમજ પાલિકાની વડી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા તંત્રના પાપે રહીશો દુષિત પાણી પીવા મજબૂર બન્યા છે.લોકોમાં પાણીજન્ય રોગ વકરવાનો ભય ફેલાયો છે.ત્યારે વિસ્તારના રહીશોએ એકત્ર થઇ પાલિકા તંત્ર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી નારાજગી દર્શાવી હતી.અત્રે નોંધનીય છે કે પાલિકા તંત્ર દ્વારા વડાપ્રધાનના આગમન પૂર્વે શહેરમાં વિકાસના કામોને વેગ આપવામાં આવ્યો હતો.પરંતુ શહેરમાં હજી પણ કેટલાય વિસ્તારોમાં પાણીનો કાળો કકળાટ યથાવત જોવા મળી રહ્યો છે. જેને લઇ દિવસે અને દિવસે લોકોમાં પણ પાલિકા તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top