Charchapatra

કવિતાની તાકાત

હાલમાં જ આપણે વિશ્વ કવિતા દિવસ ઉજવ્યો.અનેક મહાન કવિઓની અનેક અમર રચનાઓને આપણે યાદ કરી.કવિના સર્જનમાં એટલી બધી તાકાત હોય છે કે એ ભલભલાને ધ્રૂજાવી શકે છે.કવિતા અને ક્રાંતિ વચ્ચે બહુ નજીકનો સંબંધ રહ્યો છે.કવિતા લોકોને પ્રેરણા આપે છે અને સમાજમાં પરિવર્તન લાવી શકે છે એના કિસ્સાઓ ઇતિહાસમાં નોંધાયેલા છે.એવા જ એક મહાન સર્જકની ક્રાંતિકારી પંક્તિઓ વાંચવાનું પ્રાપ્ત થયું અને કવિતા શું કરી શકે એ બધી વાતો તાદ્રશ થઇ ગઈ.આ પંક્તિઓ ગુજરાતના જાણીતા સર્જક અને પોતાની રજૂઆત માટે ખૂબ જ પ્રસિદ્ધ કવિ સ્વ.ખલીલ ધનતેજવી સાહેબની છે.વધુ સ્પષ્ટીકરણ કરવાને બદલે ચાલો, સીધા એમની પંક્તિઓ પર જ જઈએ.ખલીલ ધનતેજવી સાહેબે કહ્યું છે :

જો, આ તો છે મંદિર મસ્જીદ જેવું કશુંક,
પાછો વાળ ભઈ ખતરા જેવું લાગે છે !
આપણો દેશને રાજ પણ આપણું પોતાનું,
સાચું છે પણ અફવા જેવું લાગે છે !

આ પંક્તિઓ ક્યારે લખાઈ છે અને કોને ઉદ્દેશીને લખાઈ છે એ વાતને બાજુ પર રાખીએ અને આવી સચોટ પંક્તિઓના સર્જક સ્વ.ખલીલ ધનતેજવી સાહેબને સલામ કરીએ…..બીજું શું ?
નવસારી- ઇન્તેખાબ અનસારી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

આટલું બધું ડુપ્લિકેટ છે તો તેને રોકનારું તંત્ર ક્યાં છે?
આપણે ત્યાં દુધ માથી બનતી બનાવટ મા ડુપ્લિકેટ નું પ્રમાણ વધી ગયું હોય તેવુ લાગે છે આપણે ત્યા  જેટલી પનીરનો વપરાશ છે એટલું ઉત્પાદન નથી અને ઉત્પાદન છે તો તેમાં કેટલા ટકા ડુપ્લીકેટ છે તે હવે તપાસનો વિષય બનતો જાય છે હું કેટલીયે દુકાનો મા જોઉં છું કે તેઓ મલાઈ વેચે છે  દૂધ ગરમ કરી ને તેમાંથી  મલાઇ કાઢી લેવામાં  આવે છે દૂધમાંથી મલાઈ નીકળી ગયા પછી એ દૂધમાં ફેટ (ક્રીમ)રહેતું નથી હવે સવાલ એ થાય છે કે આખો દિવસ મલાઈ વેચનારા આવા દુકાન  સંચાલકો પછી ક્રીમ વગર ના દૂધનું શું કરતા હશે ?

તે દૂધ માથી દહીં કે છાશ કે માખણ પનીર એટલા મોટા પ્રમાણમાં બનાવી શકાય નહીં બાકી જે પણ વેરાઈટીઝ બનાવવામાં આવે તો તેમાં ક્રીમ તો રહેવાનું નથી તો પછી તેને ફરી મલાઈ દાર બનાવવા   ક્રીમ  વગર ના દૂધમા  પામ ઓઇલ કે અન્ય કોઇપણ સામગ્રી મીલાવત કરી પનીર પંજાબી દહી કે મઠો જેવી અન્ય ખાદ્યસામગ્રી  બનાવવા મા આવતી  હોય તેવી પુરેપુરી શક્યતા નકારી શકાય એમ નથી  લોકો ના હેલ્થ ને અસર કરતી દેખીતી આ ગંભીર સમસ્યા છે આવી અને બીજી કેટલીય ડુપ્લીકેટ સામગ્રી ઓ બનતી હોય તો તેની કડક તપાસ થવી જ જોઈએ.
સુરત     – વિજય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top