Charchapatra

સરદાર વલ્લભભાઈની પુત્રી – મણીબેન પટેલ            

યાદ કરો અખંડ ભારતના શિલ્પી સ્વ. સરદાર પટેલની વહાલસોયી સુપુત્રી,પિતાની સેવામાં આજીવન કુંવારી રહેનાર ,સરદાર ની અંગત મંત્રી તુલ્ય  મની બેન પટેલને .તેમની જન્મ તારીખ ૩/૪/૧૯૦૩ હતી સદાય સફેદ સાડલો થીંગડા વાળો ૬૨ વર્ષ પહેર્યો. સાદગી ને વરેલા અસલ ખાદી પ્રેમી મણીબેન પૂજ્ય બાપુ થી પ્રભાવિત હતા ને બાપુના ચીંધેલા તમામ આંદોલનોમાં ભાગ લઈને મહિલાઓને આઝાદી ની લડતમાં સક્રિય કરી ભારતના વિભીષણ તરીકે તથા વલ્લભ નંદિની તરીકે પંકાયા. ત્રણ વાર સાંસદ અને રાજ્ય સભાના સભ્ય કોંગ્રેસ ના સચિવ, પ્રમુખ રહ્યા. સત્તાના બિલકુલ લાલચુ ના હતા  બી એ ભણેલા તેમને યાદ કરી ને કોટી કોટી વંદન. વોટ્સ એપ પર વાયરલ થયેલો આ મેસેજ મણીબેન વિશે ખૂબ જ સુંદર માહિતી પૂરી પાડે છે.
સુરત     – સુરેન્દ્ર દલાલ    – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.            

ડિજિટલ યુગમાંય અંગુઠો તો મહત્વનો જ છે
પહેલાંના સમયમાં અને હાલમાં પણ નિરક્ષર ને “અભણ” તથા “અંગૂઠા છાપ”ની ઓળખ આપીએ છીએ ત્યારે ડિજિટલ યુગમાં કોઈ પણ વ્યક્તિ સાક્ષર હોય છતાં કમ્પ્યુટર, મોબાઈલનું જ્ઞાન ધરાવતા ન હોય, આંગળીના ટેરવે વહીવટી, સામાજિક અને આર્થિક વ્યવહાર કરતાં આવડતું ન હોય તો અન્યનો સહારો લેવો પડે છે, જે કેટલાક કિસ્સામાં જોખમકારક સાબિત થયાના બનાવો અખબારમાં વાંચવા મળે ત્યારે ખૂબ જ દુઃખ થાય કે બનાવગીરો સિનિયર સિટીઝન, વયોવૃદ્ધની મજબૂરીનો ગેરલાભ ઉઠાવે છે.

કેટલાક બનાવો અખબારમાં વાંચવા મળે કે સિનિયર સિટીઝન, વયોવૃદ્ધ દ્વારા “Atm Machine”માંથી “debit card”કોઈ અજાણ્યા ઈસમને નાણાં ઉપાડવા આપવામાં આવે ત્યારે નાણાં લઈને ભાગી જાય છે. ડિજિટલ યુગમાં હવે સમજાઈ ગયું કે અંગૂઠાનું મહત્ત્વ કેટલું છે ત્યારે દરેક વ્યક્તિના મનમાં પ્રશ્ન થવો જોઈએ કે”એકલવ્ય “નો અંગુઠો..,.?
સુરત     – ચંદ્રકાંત રાણા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top