Dakshin Gujarat

ટ્રાવેલ્સ બસમાં અંકલેશ્વર ઉતરી સુરત જતી ત્રણ મહિલા બુટલેગર વિદેશી દારૂ સાથે ઝડપાઈ

ભરૂચ: (Bharuch) વાપી તરફથી ટ્રાવેલ્સ બસમાં અંકલેશ્વર ઉતરીને સુરત જતી ત્રણ મહિલા બુટલેગર અંકલેશ્વર વાલિયા ચોકડીએ ઉતરતા ભરૂચ LCB પોલીસે ઝડપીને રૂ.૩૮,૫૦૦/- મત્તાનો વિદેશી દારૂ (Alcohol) સાથે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.

ભરૂચ LCB પોલીસ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા એવી બાતમી મળી હતી કે વાપી તરફથી ટ્રાવેલ્સ બસમાં ત્રણ મહિલા મુસાફર તરીકે બેસીને પોતાની બેગોમાં વિદેશી દારૂ લઇ અંકલેશ્વર વાલિયા ચોકડી ઉતારીને સુરત તરફ જનાર છે. બાતમી આધારે અંકલેશ્વરની વાલિયા ચોકડી પર કમલા પપ્પુભાઈ રાજનટ (ઉ.વ.૬૫),સંગીતાબેન મનોજભાઈ રાજનટ (ઉ.વ.૩૦) અને ગંગાબેન વિનોદભાઈ રાજનટ (ઉ.વ.૩૫)તમામ ત્રણેય રહે-સંતોષી નગર, ઉધના રેલ્વે પટરી પાસે ઉધના, સુરતની મહિલાઓને રોકીને તેઓની બેગ તપાસતા કપડા નીચે સંતાડેલો ગેરકાયદે વિદેશી દારૂ અને બીયરના ટીન નંગ-૩૩૨ કિંમત રૂ.૩૩,૨૦૦/-,એક મોબાઈલ કિંમત રૂ.૫૦૦૦/-,તથા ૩ બેગ કિંમત રૂ.૩૦૦/- મળીને રૂ.૩૮,૫૦૦/-નો મુદ્દામાલ કબજે કરીને અંકલેશ્વર બી-ડીવીઝનમાં ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી છે.

નવાગામ કરારવેલ ગામના કુખ્યાત બુટલેગરના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકા પોલીસે નવાગામ કરારવેલ ગામના કુખ્યાત બુટલેગરના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ ગામમાં રહેતો કુખ્યાત બુટલેગર સતીષ ઉર્ફે સતલો ગાંડો ચંદુ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૧૭૨ નંગ બોટલ મળી કુલ રૂ.૨૫હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને કુખ્યાત બુટલેગર સતીષ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top