National

પેટ્રોલ 9.5 અને ડીઝલ 7 રૂપિયા સસ્તુ થયું, ગેસ સિલિન્ડર પર 200 રૂપિયાની સબ્સિડી

નવી દિલ્હી: (New Delhi) મોંઘા પેટ્રોલ (Petrol) અને ડીઝલથી (Diesel) પરેશાન લોકો માટે સારા સમાચાર છે. મોદી સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં મોટો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitaraman) પોતે ટ્વીટ કર્યું છે કે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં 8 રૂપિયા અને ડીઝલ પર 7 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવામાં આવશે. સરકારના આ નિર્ણયથી પેટ્રોલ 9.5 અને ડીઝલ 7 રૂપિયા સસ્તુ થયું, ગેસ સિલિન્ડર પર 200 રૂપિયાની સબ્સિડી મળવાને કારણે લોકોને રાહત મળશે.

મોદી સરકારના આ નિર્ણય બાદ હવે દેશમાં પેટ્રોલ 9.5 રૂપિયા સસ્તું થશે. સાથે જ ડીઝલ પણ 7 રૂપિયા સસ્તું થશે. સરકારના આ નિર્ણયથી તિજોરી પર વાર્ષિક આશરે 1 લાખ કરોડ રૂપિયાનો બોજ પડશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે તમામ રાજ્ય સરકારોને અપીલ કરી છે કે તેઓ વેટમાં ઘટાડો કરે અને લોકોને રાહત આપે. તેમણે ખાસ કરીને તે રાજ્યોને કિંમત ઘટાડવા માટે કહ્યું છે, જેમણે નવેમ્બર 2021માં વેટમાં ઘટાડો કર્યો ન હતો.

પેટ્રોલના લિટર દીઠ રૂપિયા 9.50 અને ડીઝલમાં રૂપિયા 7નો ઘટાડો જાહેર કરાતા જ લોકોને મોંઘવારીમાંથી થોડી રાહત મળશે. આ ઘટાડો સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી પ્રજાને રાહત આપવામાં આવી રહી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમે પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટમાં લિટર દીઠ રૂપિયા 8 અને ડીઝલમાં રૂપિયા 6નો ઘટાડો કરી રહ્યા છીએ. તેને લીધે પેટ્રોલની કિંમત લિટર દીઠ રૂપિયા 9.5 અને ડીઝલ રૂપિયા 7 સસ્તુ થઈ જશે.

આટલું જ નહીં, મોદી સરકારે આ વર્ષે પીએમ ઉજ્જવલા યોજનાના લગભગ 9 કરોડ લાભાર્થીઓને ગેસ સબસિડી આપવાનો પણ નિર્ણય લીધો છે. સરકારે કહ્યું છે કે તે ગેસ સિલિન્ડર દીઠ 200 રૂપિયાની સબસિડી આપશે. નિર્મલા સીતારમણે ટ્વીટમાં લખ્યું છે કે આનાથી માતાઓ અને બહેનોને ઘણી મદદ મળશે. તેનાથી સરકારને વાર્ષિક આશરે 6100 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

Most Popular

To Top