Vadodara

ચૂંટણી પૂર્વે SMCનો વડોદરામાં ફરી સપાટો ભાયલીમાં રેડ, રૂ 8.37 લાખના દારૂ સાથે 28.48 લાખનો મુદ્દામાલ જપ્ત

પૂર્વ સરપંચ સહિત બે આરોપી ઝડપાયા, સપ્લાયર સાથે ચાર ફરાર

ખેતરમાં ચાલી રહેલા દારૂના કટીંગ દરમિયાનસ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો

વડોદરા તા.18
વડોદરા જિલ્લામાં ભાયલી નજીક જેટકો સબ-સ્ટેશન પાસે આવેલા ખેતર વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દારૂના કટીંગ દરમિયાન રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન મોટા પાયે દારૂનો જથ્થો, કાર, મોબાઇલ અને રોકડ સહિત રૂ.28.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તાજેતરમાં જ જવાહર નગર અને નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમા દરોડા પાડીને મોટી માત્રામાં વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ચૂંટણી ને હવે થોડા દિવસ બાકી રહ્યા છે ત્યારે એસએમસી દ્વારા વડોદરા શહેર અને જિલ્લા ઉપર દારૂની હેરાફેરીને લઈને શકંજો કસ્યો છે
સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમને બાતમી મળી હતી કે વડોદરા જિલ્લાના ભાયલી ગામ પાસે આવેલા ખુલ્લા મેદાનમાં દારૂનું કટીંગ થવાનું છે. જેના આધારે એસએમસીની ટીમે 18 એપ્રિલના રોજ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભાયલી ગામ પાસે ખુલ્લા મેદાનમાં SMCના PI એમ.કે. માલવીયા સહિતની ટીમ દ્વારા દારૂના કટીંગ પર રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન દારૂની ઇમ્પોર્ટેડ ફોરેન બોટલ અને ટીન અંદાજે રૂ.8.37 લાખ, કાર રૂ.20 લાખ, એક મોબાઇલ ફોન રૂ.5 હજાર અને રોકડ મળી કુલ રૂ. 28.48 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.
આ કેસમાં આરોપી પૂર્વ સરપંચ ગોરધન રામા ઠાકોર (રહે. ઠાકોર ફળીયું, ભાયલી) અને સંજય અરવિંદ પઢીયાર (રહે. મોટી ભાગોળ, ભાયલી)ને ઝડપીને વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. જ્યારે સપ્લાયર સહિત મોહનસિંહ સેખાવત અને અન્ય બે અજાણ્યા આરોપીઓ રેડ દરમિયાન ફરાર થઈ જતા વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top