National

મારૂતિની આ ઈ-કાર ટૂંક જ સમયમાં લોન્ચ થશે: અધધ આટલી વઘુ માઈલેજ આપશે

દેશમાં હવાના પ્રદૂષણને (Air Pollution) અટકાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ સ્થિત ધ્યાનમાં લઈ વાહનો (Vehicles) તૈયાર કરતીઓ કંપની ઈ-કાર (Electric Car) તેમજ ઈ-બાઈક (Electric Bike) તૈયાર કરી રહી છે. ભારતમાં (India) આવા ઈલેકટ્રોનિક વાહનોની માંગ (Demand) વઘી પણ રહી છે. કેંદ્ર તેમજ રાજય સરકાર (State Government) દ્રારા પણ તેને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તેમજ આ માટે સબસીડી પણ આપવામા આવી રહી છે.

જાપાની (Japan) કાર તૈયાર કરતી કંપની સુઝુકી મોટર્સ (Suzuki Motors) ભારતમાં ઈવ્હિકલ બજારમાં પોતાનું વ્હિકલ જલ્દી જ લોન્ચ કરશે. આ લોન્ચિંગમાં સૌપ્રથમ તેઓ દ્રારા વેગેનાર કારનું ઈલેકટ્રોનિક વર્ઝન રજૂ કરવામાં આવશે. મારૂતી સુઝુકી કંપનીએ વર્ષ 2018માં ઈવી (Electric Vehicles) લાવવાનુ એલાન કર્યુ હતું. મળતી માહિતી મુજબ 2025 સુધી આ કારનુ લોન્ચિંગ થશે તેવી શકયતાઓ બતાવવામાં આવી છે. આ લોન્ચિંગ સૌપ્રથમ ભારતમાં કરવામા આવશે અને ત્યારબાદ જાપાન તેમજ યુરોપ જેવા શહેરોમાં લોન્ચ કરશે. આ ઈકારની વાત કરીએ તો સ્ટાનડર્ડ ચાર્જરના ઉપયોગથી કારની બેટરીને ચાર્જ કરતા 7 કલાકનો સમય લાગશે. આ સાથે જ કંપની ફાસ્ટ ચાર્જરનો ઓપશન પણ આપી શકશે. આ ચાર્જરની મદદથી કારની બેટરી 0 થી 80 ટકા ચાર્જ થતા એક કલાક કરતા પણ ઓછો સમય લાગશે. કાર ફૂલ ચાર્જ હશે તો 200કિમી કરતા વઘુ અંતર કાપી શકશે. આ કાર દેશ માટે વ્યવસાયિક સ્વરૂપે વાપરવા માટે એક સારો સ્ત્રોત બની રહેશે.

હવે આટલી વાત જાણયા બાદ આ કારની કિંમત અંગે થતો પ્રશ્ન સ્વાભાવિક છે. જાણકારી મુજબ આ કારની કિંમત 10 થી 11 લાખ હોવાની સંભાવના થઈ રહી છે. તેમજ સરકાર દ્વારા સબસીડી પણ આપવામાં આવશે. જાપાનીઝ કાર નિર્માતા કોમ્પેક્ટ કાર સેગમેન્ટમાં ઇલેક્ટ્રિક મોબિલિટી તરફ ઝડપથી આગળ વધવામાં મદદ કરશે. મારૂતિ સુઝુકી ઈન્ડિયા હાલમાં ભારતમાં સૌથી મોટી ઓટોમેકર છે. ભારતમાં મારૂતિ સુઝુકીના વેચાણમાં મોટાભાગે અલ્ટો, વેગનઆર, બલેનો અને સ્વિફ્ટ જેવી નાની કોમ્પેક્ટ કારનું વેચાણ વધુ જોવા મળે છે.

મારૂતિ સુઝુકીએ તેના લોન્ચિંગને લઈને કોઈ તારીખ જણાવી નથી. જ્યારે કંપનીના મોટા ભાગના સ્પર્ધકોએ ઇલેક્ટ્રિક મોબિલિટી તરફ આગળ વધવાનું શરૂ કર્યું છે, અથવા નજીકના ભવિષ્યમાં કરવાની યોજના બનાવી રહી છે, ત્યારે મારૂતિ સુઝુકી અત્યાર સુધી ઇલેક્ટ્રિક વાહનો કરતાં CNG ટેક્નોલોજી પર આધારિત વધુ પ્રોડક્ટ્સ ઑફર કરી રહી છે.

Most Popular

To Top