તા. 7/2/25ના રોજ બીજી વાર સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા સુરત મનપાનું સુધારા-વધારા સાથેનું બજેટ રજૂ થયું. શહેરની જનતા પાસે વેરા સ્વરૂપે જે રકમ લેવામાં આવે છે તેને અનુલક્ષીને સંતોષકારક જનહિત સેવાઓ જેમકે શહેરના રસ્તાઓ, પાણીની સુવિધા, સ્ટ્રીટ લાઈટ સુવિધાઓ શું પૂરી પાડવામાં આવે છે? જવાબ ભૂતકાળના અનુભવો પરથી બજેટમાં જોગવાઈ પરંતુ અમલ કરવામાં આવતો નથી જે હકીકત છે, જે સ્વીકારીને સુધારા કરવા જરૂરી છે. ખાદ્ય પદાર્થોમાં વસ્તુઓમાં ભેળસેળ પરંતુ કડક કાર્યવાહીનો અભાવ જોવા મળે છે. જો સુરતને હેપી એન્ડ હેલ્ધી સિટી બનાવવાનું અભિયાન સફળ કરવું હોય તો જનહિત યોજનાઓના અમલમાં થતી નબળાઈઓ શાસકોએ દૂર કરવી એ સૌથી મોટી પ્રાથમિકતા છે.
સુરત -રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
કર્મનું ફળ
સાચી દિશામાં કરેલાં કર્મ,આપણા ભવિષ્ય અને વર્તમાન બન્નેને બદલવાની તાકાત ધરાવે છે.કોઈ ખબર ના પૂછે તો ખોટું નહીં લગાડવાનું, કેમકે આ દુનિયામાં ખબર પૂછવાવાળા ઓછા છે ને ખબર ફેલાવવાવાળા વધારે છે. અનુકૂળ સંજોગોમાં જીવતો માણસ સુખમાં હોય છે સાહેબ,જ્યારે સંજોગોને અનુકૂળ બનાવી જીવતો માણસ આનંદમાં હોય છે.
સુરત – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.