Gujarat

ગુજરાત સરકારે ચુંટણી પહેલા એક સામટી બદલીઓ કરી દેતા ચુંટણી પંચ નારાજ, નોટીસ ફટકારી

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચુંટણી (Gujarat Assembly Election) ની ઘડીઓ ગણાઈ રહી છે હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન થશે, જ્યારે ગુજરાતની ચૂંટણીની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી. ગમે તે ઘડીએ ચુંટણીની જાહેરાત થઇ શકે છે. જેને લઇને લઈ રાજકીય પાર્ટીઓ પણ સુપર એક્ટીવ થઇ ગઈ છે. ત્યારે ગુજરાતમાં ચુંટણીને લઈને રાજ્ય સરકાર(Government) અને ગૃહ વિભાગે બદલી(Transfer)નો ગંજીપો ચીપ્યો હતો. સરકારે પોલીસ અધિકારીઓની સાથે સાથે અન્ય અધિકારીઓની પણ બદલી કરી દીધી હતી. જો કે આ બદલીનાં કારણે ચુંટણી પંચ(Election Commission) નારાજ થયું છે. કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતના મુખ્ય સચિવ અને રાજ્યના પોલીસ વડા પાસે અધિકારીઓની બદલીઓ અને પોસ્ટીંગ અંગેનો રીપોર્ટ માંગીને નોટીસ(Notice) આપી છે.

બદલીઓનો રીપોર્ટ સબમીટ નહીં કરતા નોટીસ પાઠવી
ચુંટણી પંચે ફટકારેલી નોટીસમાં એવું કહેવામાં આવ્યું છે કે કમિશન દ્વારા નિર્ધારિત શરતો હેઠળ અધિકારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગ સંબંધિત રિપોર્ટ ફાઇલ ન કરવાને કારણે, કમિશને આ નોટિસ મોકલી છે અને તાત્કાલિક રિપોર્ટ માંગ્યો છે. એક અહેવાલ મુજબ, અહેવાલો અનુસાર હવે અધિકારીઓને સ્થિતિ સ્પષ્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે કે આ મામલે નિર્દેશો જાહેર કરવામાં આવ્યા હતા છતાં બદલીઓનો રીપોર્ટ સબમીટ કરવામાં નથી જેથી સમય મર્યાદા પૂરી થવા છતાં પાલન અહેવાલ શા માટે સબમિટ કરવામાં આવ્યો નથી એ અંગે નોટીસ ફટકારી છે. અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ અંગેના પત્રો માત્ર ગુજરાતને જ નહિ હિમાચલ પ્રદેશને પણ મોકલવામાં આવ્યા હતા.

ગુજરાતમાં થઇ આટલી બદલીઓ
ગુજરાતમાં ચુંટણી પહેલા જ અનેક અધિકારોની બદલી કરવામાં આવી રહી છે. જેમાં હાલમાં જ 76 DYSPની બદલી કરાઈ હતી. આ ઉપરાંત 24 મામલતદાર કક્ષાના અધિકારીઓ ઉપરાંત 7 ડેપ્યુટી કલેકટરની પણ બદલીના મહેસુલ વિભાગે આદેશ આપી દીધા છે. તદુપરાંત 42 ડે.કલેક્ટરની બદલી અને 26 મામલતદારોને બઢતી અપાઇ હતી. આ સિવાય ગુજરાતમાં ચૂંટણી અગાઉ 23 IAS અધિકારીઓની પણ તાજેતરમાં જ બદલી કરવામાં આવી છે. આ બધા બાદ હવે રાજ્યના 24 જેટલા DEO – DPEOની બદલી કરાઇ છે. જેમાં અમદાવાદને દોઢ વર્ષ બાદ નવા DEO મળ્યાં છે. અમદાવાદમાં દોઢ વર્ષ બાદ નવા DEO તરીકે રોહિત ચૌધરીની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યના DEO રાકેશ વ્યાસની વડોદરામાં બદલી કરવામાં આવી છે.

Most Popular

To Top