Dakshin Gujarat

બીલીમોરાની આઈસ ફેકટરીમાં ગેસ લીકેજ થતાં લોકો ઊંઘમાંથી જાગી ઘરની બહાર ભાગ્યા

બીલીમોરા: ગણદેવી (Gandevi) તાલુકાના બીલીમોરામાં (Bilimora) ગેસ લીકેજની (Gas Leakage) ઘટના બની છે. એમોનિયા (Ammonia) ગેસ લીકેજ થવાથી 40થી વધારે લોકોને અસર થઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિને ગેસ લીકેજ બાદ શ્વાસ લેવામાં તકલીફ પડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. બીલીમોરા ફાયર વિભાગને આ બનાવ અંગે જાણ કરવામાં આવતા ટીમ ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં મોડી રાતથી જ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. પોલીસ અને ફાયર વિભાગ સહિત ઉચ્ચાધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

  • સરદાર માર્કેટ પાસે આવેલી હરસિદ્ધિ આઈસ ફેક્ટરીમાં ગેસ લીકેજની ઘટના બની
  • એમોનિયા ગેસની પાઈપ લાઈનમાં ભંગાણ પડતા ગેસ લીકેજ થયો
  • ગેસ લીકેજના લીધે 40 જેટલાં લોકોને અસર થઈ, શહેરમાં દોડધામ મચી ગઈ

નવસારી (Navsari) જિલ્લાના બીલીમોરા શહેરના સરદાર માર્કેટ પાસે આવેલી આઈસ ફેક્ટરીમાં ગેસ લીકેજની (Ice Factory Gas Leakage) ઘટના બની છે. હરસિદ્ધિ આઈસ ફેક્ટરીમાં ગેસ લીકેજની ઘટના થતા તેની 40થી વધુ લોકોને અસર થઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા આ ઘટના પર કાર્યવાહી કરીને ભારે જહેમત બાદ સ્થિતિને કાબૂમાં લઈ લીધી છે. આઈસ ફેક્ટરીમાં એમોનિયા ગેસનો ઉપયોગ કરવામાં આવતો હતો અને આ દરમિયાન ગેસની પાઈપ લાઈનમાં ભંગાણ પડવાના કારણે લીકેજનો બનાવ બન્યો હતો. આઈસ ફેક્ટરી રહેણાક વિસ્તારની નજીકમાં આવેલી હોવાથી તેની 40થી વધુ લોકોને અસર થઈ હતી.

આ ઘટનાને કારણે અચાનક લોકોને કંઈક નવાજૂની થઈ હોવાનો અહેસાસ થતા નાસભાગ મચી જવા પામી હતી. આઈસ ફેક્ટરીમાંથી એમોનિયા ગેસ લીકેજ થતા તેની અસર આસપાસમાં આવેલા ઘરો સુધી થઈ હતી. ગુરુવારે રાત્રે 1 વાગ્યાના અરસામાં ગેસ લીકેજની ઘટના બની હતી, લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતા ઘટનાની જાણ થઈ હતી. આ પછી ફાયર બ્રિગેડ, પોલીસ સહિત આરોગ્ય વિભાગની અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમો ઘટના સ્થળ પર પહોંચી હતી અને જરુરી કાર્યવાહી કરીને ગેસ લીકેજને એટકાવીને જરુરી પગલા ભર્યા હતા. ગેસ લીકેજની ઘટનામાં અસરગ્રસ્ત થયેલા લોકોને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી, જોકે, એક વ્યક્તિને શ્વાસ લેવામાં વધારે તકલીફ પડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની જરુરી પડી હતી. બનાવ બાદ ટીમો દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

Most Popular

To Top