Dakshin Gujarat Main

સુરત ગોલ્ડ સ્મગલીંગ કેસનો રેલો ભરૂચ પહોંચ્યો, કોંઢ ગામના ડે.સરપંચના ઘરે DRIના દરોડા

ભરૂચ: ભરૂચના (Bharuch) વાલીયા (Valiya) તાલુકાના કોંઢ (Kondh) ગામમાં શુક્રવારે વહેલી સવારે DRIની ટીમોએ દરોડા પાડ્યા હોવાની માહિતી મળી છે. સુરતમાં (Surat) પકડાયેલા રૂ 25 કરોડના સોનાની દાણચોરી (GoldSmuggling) સાથે મળતી કડીરૂપ ચાવીને કારણે રેડ પાડતા ભારે ચર્ચાસ્પદ વિષય ચાલી રહ્યો છે. જો કે વાલિયા તાલુકાના ઈતિહાસમાં પહેલી વાર DRIની રેડ પડી હોવાની ઘટના બની છે. જો કે આ મામલે સત્તાવાર કોઈ વિગતો મળી નથી.

  • વાલિયા તાલુકાના ઇતિહાસમાં DRIના પહેલી વખત દરોડા પડ્યા
  • સુરત 25 કરોડના 46 કિલોના સોનાની પેસ્ટની દાણચોરીનો રેલો ભરૂચમાં
  • દરોડા દરમિયાન ડે. સરપંચ ઘરે ન મળી આવ્યા
  • 10 દિવસ પહેલાં જ ડે.સરપંચ વિદેશ ગયા છે

વાલીયા તાલુકાના કોંઢ ગામમાં શુક્રવારે વહેલી સવારથી કેન્દ્રીય એજન્સીઓએ ધામા નાખતા લોકોમાં હડકંપ મચી ગયો હતો. એજન્સીઓએ ગામના ડેપ્યુટી સરપંચ ઐયુબ રિઝવાન મૌલવીના ઘરે રેડ પાડી હતી, પરંતુ તે ઘરે હાજર ન હોવાથી અંકલેશ્વરની કોઈ કંપનીમાં હોવાની માહિતી મળતાં જ ટીમો એ સ્થળે જવા રવાના થઇ ગયા હતા.

જોકે હાલમાં EDની ટીમો અંકલેશ્વરના ક્યા વિસ્તારમાં છે તે જાણવા મળ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંઢ ગામના ઈસમ વારંવાર વિદેશ જતો હોવાની માહિતી સાંપડી રહી છે. ટીમોએ તેની પત્ની અને પિતાના મોબાઈલ પણ કબ્જે કર્યા હોવાનું સુત્રોમાંથી માહિતી મળી હોવાનું જાણવા મળ્યું છે.

હાલમાં જ સુત્રોમાંથી મળતી દ્વારા કેન્દ્રીય એજન્સી કોંઢ ગામના ડેપ્યુટી સરપંચ ઐયુબ રિઝવાન લીમળા કામકાજ અર્થે વિદેશ જતા આવતા રહે છે. તેઓ હાલમાં 10 દિવસ પહેલાં જ વિદેશ ગયા છે. તેઓ ઇન્ડિયામાં નહીં હોવાના પણ સમાચાર પ્રાપ્ત થયા છે.

DRIની ટીમોએ સવારે તેમના ઘરે દરોડા પાડીને તેમના નિવાસ સ્થાને તપાસ કરી દસ્તાવેજોની પણ ચકાસણી કરી હતી. જોકે ટીમને મકાનમાંથી કોઈપણ શંકાસ્પદ વસ્તુ નહીં મળી હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે હાલમાં DRIની ટીમો અંકલેશ્વરના પાનોલી તરફ તપાસ કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Most Popular

To Top