National

સીમા-સચિને નેપાળના હોટેલ રૂમમાં નહીં પણ મંદિરમાં કર્યા હતા લગ્ન, સામે આવી તસવીરો

નવી દિલ્હી: સીમા હૈદર (Seema Haider) અને સચિન મીનાની (Sachin Meena) લગ્નની તસવીરો (Photos) સામે આવી છે. જો કે યુપી ATS ની પૂછપરછ દરમિયાન પહેલા સીમાએ કહ્યું હતું કે એની પાસે લગ્નના (Marriage) કોઇ વીડિયો નથી. જ્યારે હવે તેમના લગ્નની તસવીરો સામે આવી છે. આ મુદ્દે સીમાએ જણાવ્યું કે 13 માર્ચના રોજ તેણીએ સચિન સાથે નેપાળના પશુપતિનાથ મંદિરમાં લગ્ન કર્યા હતા. જે બાદ હાલ તેમના લગ્નના કેટલાક ફોટો સામે આવ્યા છે.

પ્રથમ તસવીરમાં સીમા અને સચિનની સાથે સીમાના ચારેય બાળકો પણ જોવા મળી રહ્યા છે. જો કે આ ફોટો બ્લેક એન્ડ વ્હાઇટ છે. જેમાં સીમા અને સચિન સાથે ઊભાં છે. આ ફોટોમાં સચિને સૂટ અને સીમાએ સાડી પહેરી છે. સીમાની માંગમાં સિંદુર, માથા પર ટીકલી, ગળામાં મંગળસૂત્ર છે. તેમજ સાથે સચિન અને સીમાના ગળામાં વરમાળા પણ જોવા મળી રહી છે. ત્યારે બીજા ફોટોમાં સીમા હૈદરએ સચિનના પગે લાગતી દેખાઇ રહી છે. એટલું જ નહિ સચિન સીમાને આશીર્વાદ આપતો પણ જોવા મળી રહ્યો છે. જે બાદ પોલીસ સચિન અને સીમાના લગ્નના ફોટોમાં કેટલી સચ્ચાઇ છે તે જાણવા માટે તપાસ કરી રહી છે.

સીમા હૈદરે નેપાળના પશુપતિનાથ મંદિરમાં જ તેના પ્રેમી સચિન સાથે લગ્ન કર્યાની કબૂલાત કરી હતી. જ્યારે પાકિસ્તાની મહિલાને કહેવામાં આવ્યું કે પૂજારીએ પશુપતિનાથ મંદિરમાં કોઈ પણ પ્રકારના લગ્નનો ઈન્કાર કર્યો છે? તો જવાબમાં સીમાએ કહ્યું કે તેણે સચિન સાથે મંદિરની પાછળના ભાગમાં લગ્ન કર્યા છે, કારણ કે સામે ઘણી ભીડ હતી. સીમાએ એવો પણ દાવો કર્યો હતો કે માંગમાં સિંદૂર ભરવાનો અને ગળામાં હાર પહેરાવવાનો વીડિયો રેકોર્ડ થઈ શક્યો નહીં. એટલા માટે તે લગ્નનો પુરાવો આપી શકતી નથી. પરંતુ લગ્ન નેપાળની કોઈ હોટલમાં નહિ પણ મંદિરમાં થયા હતા.

આ વિશે વધુમાં સીમાનું કહેવું છે કે તે 10 માર્ચે નેપાળમાં પહેલીવાર સચિનને ​​મળી હતી. સીમાએ લગ્ન વિશે કહ્યું હતું કે અમે પહેલીવાર 10 માર્ચે મળ્યા હતા. રાતના 9 કે 10 વાગ્યા હતા. અમારા લગ્ન 13 માર્ચે થયા હતા. કોઈએ અમને મંદિર વિશે કહ્યું હતુ કે બહુ સરસ મંદિર છે, બહુ મોટું છે. અમારી પાસે તેની ઘણી યાદો પણ છે. અમે જ્યાં રોકાયા હતા તે હોટેલથી મંદિર લગભગ 20 મિનિટ દૂર હતું. ત્યાં જ અમે લગ્ન કર્યા હતા.

Most Popular

To Top