Business

દિલ લેના ખેલ હૈ

દિલ લેના ખેલ હૈ દિલદારકા, હોઓ ભુલે સે નામ ના લો પ્યાર કા (૨)
પ્યાર ભી જૂઠા, યાર ભી જૂઠા, દેખો મુઝકો દિલવાલો, હો ખાયા હૈ ધોખા મૈંને યારકા
દિલ લેના ખેલ ઐ દિલદારકા, ભુલે સે નામ ના લો પ્યારકા
પ્યાર ભી જૂઠા, યાર ભી જૂઠા, દેખો મુઝકો દિલવાલો, ખાયા હૈ ધોખા મૈને પ્યારકા
વાદોં પે ઇનકે ના જાના, બાતોં મેં ઇનકી ના આના
અરે, વાદોં પે ઇનકે ના જાના, બાતોં મેં ઇનકી ના આના
અરે, ઇનકી મીઠી બાતેં, યે મતવાલી આંખે, ઝહર હૈ પ્યારકા
દિલ લેના ખેલ હૈ દિલદારકા, ભુલે સે નામ ના લો પ્યારકા
પ્યાર ભી જૂઠા, યાર ભી જૂઠા, દેખો મુઝકો દિલવાલોં
હાં, ખાયા હૈ ધોખા મૈને પ્યારકા
ઇનપે જવાની લુટા દો, યા જિંદગાની લુટા દો
અરે, ઇનપે જવાની લુટાદો, યા જિંદગાની લુટા દો
અરે, કુછ ભી કર દીવાને, રહેંગે યે અનજાને, રોના હૈ બેકારકા
દિલ લેના ખેલ ઐ દિલદાર કા, ભુલે સે નામ ના લો પ્યારકા
પ્યાર ભી જૂઠા, યાર ભી જૂઠા, દેખો મુઝકો દિલવાલો, હો ખાયા હૈ ધોખા મૈને પ્યારકા

ગીતકાર: મજરુહ સુલતાનપુરી, સ્વર: આર.ડી. બર્મન, સંગીત: આર.ડી. બર્મન, ફિલ્મ: જમાને કો દીખાના હૈ, દિગ્દર્શક: નાસીર હુસેન, વર્ષ: 1981, કલાકારો: રિશી કપૂર, પદમિની કોલ્હાપુરે, યોગિતા બાલી, અમજદ ખાન, કાદરખાન, ઓમ શિવપુરી, સિમ્પલ કાપડીયા, નીલમ મહેરા, ડો. રામલાગુ, તારીક ખાન

રાહુલ દેવ બર્મન નાસીર હુસેનના ફેવરીટ હતા. નિર્માતા તરીકેની ‘તીસરી મંઝિલ’ પછી તેઓ જાણે તેમના કાયમી થઇ ગયા. ‘હમ કિસી સે કમ નહીં’, ‘યાદોં કી બારાત’ અને ‘કારવાં’ તો લાગલગાટ સફળ રહેલી. આર.ડી. હોય એટલે નાસીર સાહેબની ફિલ્મ મ્યુઝિકલ બની જ જાય. આર.ડી. બર્મને આખેઆખી ફિલ્મને મ્યુઝિકલ બનાવી હોય તેવી ફિલ્મોની સંખ્યા બહુ મોટી છે. આર.ડી. બર્મન તેમના પિતાની જેમ જ ખાસ અવાજ સાથેના ગાયક પણ હતા. થોડા ગીતો: 1. દૂનિયા મેં લોગો કો ધોખા કભી હો જાતા હૈ, 2. જાના ઓ મેરી જાના, 3. યમ્મા યમ્મા, 4. કલ કયા હોગા કીસકો પતા, 5. બચકે રહેના રે બાબા, 6. પ્યાર તુમ્હેં કીસ મોડે પે લે આયા, 7. મહેબૂબા મહેબૂબા, 8. પિયા તુ અબ તો આ જા, 8. યે દિલ આતા હે એક દિન જવાની મેં, 9. સમુંદર મેં નહાકે, 10. જિંદગી મીલ કે બીતાયેંગે, 11. દુગ્ગી પે દુગ્ગી હો, 12. ગોલમાલ હૈ ભૈ સબ ગોલમાલ હૈ.

રાહુલદેવ બર્મને કયારેય એવા ગીત ગાયા નથી જે તેમના માટે ન હોય. અનિવાર્ય જણાયા છે ત્યારે જ તે ગાયા છે. આ ગીતપણ એવું જ છે. આમ તો પ્રેમભંગના કારણે ગુસ્સા ભરાયેલા પ્રેમીનું ગીત છે. ફિલ્મમાં એ ગીત કરુણ ન રહેતાં, મૌજનું બની જાય છે. આ પણ એક રીત છે. ‘દિલ લેના ખેલ હૈ દિલદાર કા, ભુલે સે નામ ના લો પ્યારકા, પ્યાર ભી જૂઠા, યાર ભી જૂઠા, દેખો મુઝકો દિલવાલો, હો ખાયા હે ધોખા મૈંને પ્યારકાં. જે દિલદાર હોય તેમના માટે દિલ લેવું તે તો રમત જેવું હોય છે. (આપણે સિરીયસલી લઇ બેઠા તે આપણો વાંક) એટલે મારી સામે ભુલથી પણ પ્રેમનું નામ ન લો. પ્રેમ પણ જૂઠો છે, યાર પણ જૂઠો છે. જે દિલવાળા છે તેઓ (માનતા ન હોય તો) મને જુઓ, હું એ છું જેણે પ્રેમમાં ધોખો ખાધો છે, છેતરાયો છે. આ ગીતના અંતરા જૂદા લયમાં શરૂ થાય છે. ‘વાદો પે ઇનકે ના જાના, બાતો મેં ઇનકી ના આના, અરે ઇનકી મીઠી બાતેં, યે મતવાલી આંખે ઝહર હૈ પ્યારકા’. તમને એ કોઇ વાયદો કરે તે તેનો ભરોસો ન કરશો, તેની વાતમાં ય ભરમાશો નહીં, તેની જે મીઠી વાતો છે, જે મસ્તીભરી આંખો છે તે તો પ્રેમના ઝેર જેવી છે.

આ ગીતના શબ્દો, ભાવોને સમજવા પહેલાં હકીકતે આર.ડી. બર્મને જે રીતે ગાયું છે, જે રીતે તેનું સ્વરાંકન કર્યું છે તે સમજવાની જરૂર છે. બાકી ગીત તો એવું છે કે તે મુકેશ જેવા પાસે ગવડાવી શકાય. પંચમગાય છે ને આખો અર્થ બદલાઇ જાય છે. આ ગીત ફિલ્મમાં એક ફલોર પર અનેક સાથે ડાન્સ કરતા કરતાં ગવાય છે. ગીત જુઓ તો તમે ગીતમાં રહેલી પીડા ભુલી જાવ. પણ એજ છે કમાલ. એક તરફ આર.ડી.નું કમ્પોઝીશન સાંભળનારને બાંધી રાખે છે ને બીજી તરફ તેના શબ્દો વેદનામાં દોરવે છે. ‘ઇન પે જવાની લુટા દો યા જિંદગાની લુટા દો/ અરે કુછ ભીકર દીવાને, રહેંગે યે અનજાને, રોના હૈ બેકારકા.’ જે પ્રેમી છે તે એવા આઘાતમાં છે કે તેને હવે પ્રેમ ને પ્રેમિકા પર જાણે કોઇ રીતનો ભરોસો જ નથી રહ્યો એટલે કહે છે તમે તેના પર તમારી જુવાની લુંટાવી દો કે આખી જિંદગી લુંટાવી દો, અરે કાંઇ પણ તું ઘેલછામાં ઘેલો બનીને કરીશ પણ તે તો તમારી લાગણી, તમારી ઘેલાછાથી અજાણ જ રહેશે એટલે એનામાટે ગમે તેટલું રડે તે બેકાર છે, નકામું છે. મજરુહ સુલતાનપુરી ગીત લખતી વેળા સંગીતકારની અને ફિલ્મની સિચ્યુએશનની જરૂરિયાત સમજતા હતા. રાહુલ દેવ બર્મન તેમાં ગાયકીની શૈલી માટે ‘હોઓ’, ‘અરે’, ‘હાં’ જેવા ઉદ્‌ગાર ઉમેરીને આખું ફોર્મ બદલી કાઢે છે. કેટલાંક ગીતો સ્વરાંકનને કારણે, ગાયકને કારણે વધુ ખાસ બની જતા હોય છે આ એવું ગીત છે.

Most Popular

To Top