Gujarat

સમગ્ર ગુજરાતમાં ગાંજો સપ્લાય કરનાર આ મોસ્ટ વોન્ટેડને સુરત ક્રાઈમ બ્રાન્ચે આ રીતે પકડી પાડ્યો

સુરત: (Surat) ક્રાઈમ બ્રાંચ દ્વારા શહેરમાં ગાંજાનું વેચાણ કરતા નાના-મોટા આરોપીઓને પકડી પાડ્યા બાદ મુખ્ય વોન્ટેડ સપ્લાયરને પકડી પાડવા કવાયત હાથ ધરાઈ હતી. દરમિયાન ક્રાઈમ બ્રાંચને (Crime Branch) સફળતા મળતા ગઈકાલે ઓરિસ્સાથી સમગ્ર રાજ્યમાં ટ્રેન મારફતે ગાંજો (Ganja) સપ્લાય કરનાર મુખ્ય આરોપી સુનિલ પાન્ડીની ધરપકડ કરાઈ હતી.

ક્રાઈમ બ્રાંચની ટીમને મળેલી બાતમીના આધારે ઓડીસ્સા રાજ્યના ગંજામ જીલ્લામાં આવેલા છચીનાગામ ખાતેથી સુનીલ વૃંદાવન પાન્ડી (ઉ.વ.૨૮ રહે.ગામ. છચીના, થાના.કોટલા, જી.ગંજામ, ઓડીસ્સા) ને પકડી પાડ્યો હતો. સુનીલ અને તેનો સગો મોટો ભાઈ અનીલ વૃંદાવન પાન્ડી ઘણા વર્ષોથી ઓડીસ્સા રાજ્યમાંથી ટ્રેન મારફતે અથવા ખાનગી ગાડીઓ મારફતે ગાંજાનો જથ્થો સુરત શહેર તથા ગુજરાત રાજ્યના અન્ય જીલ્લાઓમાં પહોંચાડવાનું નેટવર્ક ચલાવે છે. સુનીલ અને તેનો ભાઈ બંને ખુબ જ ચાલાક અને રીઢા હોવાથી પોતાના નેટવર્ક દ્રારા ગાંજાનો સપ્લાય કરતાં હતાં.

જેથી બન્ને ભાઈઓ નાર્કોટીક્સના કેસોમાં સંડોવાયેલા હોવા છતાં આજદિન સુધી પોલીસની નજર ચુકવી નાસતા ફરતા હતા. આ બંને ભાઈઓને પકડી પાડવા ક્રાઈમબ્રાંચની ટીમ આશરે ત્રણેક મહિનાથી વોચ રાખી બેસી હતી. દરમિયાન બાતમીના આધારે આરોપી સુનીલ પાન્ડીને તેના વતન ઓડીસ્સાથી પકડી પાડવામાં આવ્યો છે. સુનીલ હાલ ગુનાઓમાં વરાછા પોલીસ સ્ટેશનમાં 2 અને સુરત રેલ્વે સ્ટેશનમાં બે એનડીપીએસના ગુનામાં વોન્ટેડ હતો. ક્રાઈમ બ્રાંચે બીજા ભાઈ અનિલ પાન્ડીની શોધખોળ હાથ ધરી છે.

15 વર્ષથી સુરત સહિત રાજ્યમાં ગાંજાના સૌથી મોટા સપ્લાયર આ રીતે ચલાવતા ચેઈન

અનિલ અને સુનિલ પાન્ડી બંને ભાઈઓ ઓરિસ્સામાં બેઠા બેઠા ગુજરાતમાં ગાંજાનો સપ્લાય કરવાનું ઓપરેટ કરતા હતા. છેલ્લા ઘણા વર્ષોથી તેમને સુરતમાં પગ મુક્યો નહોતો. ઓરિસ્સાથી તેઓ અલગ અલગ ટીમોના માધ્યમથી ગાંજાના સપ્લાય કરતા હતા. એક ટીમ ઓરિસ્સાથી સુરત ગાંજો લાવતી હતી. બીજી ટીમ સુરતથી બહાર આસપાસના વિસ્તારમાં સપ્લાય કરતી અને એક ટીમ સિટીમાં જરૂર મુજબ સપ્લાય કરતી હતી.

આ રીતે મોટા પ્રમાણમાં ગાંજાનો સંગ્રહ કરતા

સુરતમાં આ બંને ભાઈઓના માણસો ટ્રેનમાંથી આવતા ગાંજાના માલને સ્ટેશનની આસપાસના ઝુંપડપટ્ટીમાં સંગ્રહ કરતા હતા. આ સિવાય શહેરની બહાર નંદુરબાર, સાયણ, કીમ, ઓલપાડ સહિતના બાહ્ય વિસ્તારોમાં ગાંજાના સ્ટોકનો સંગ્રહ કરતા હતા. અને જરૂર મુજબ શહેરમાં લઈને પ્રવેશતાં હતાં.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top