Entertainment

સફેદ કપડાં, ચહેરા પર માસ્ક…. કિંગ ખાન ઉમરાહ માટે મક્કા પહોંચ્યા

નવી દિલ્હી: બોલિવુડના (Bollywood) કિંગખાન તેમજ સુપર સ્ટાર શાહરૂખ ખાન ઉમરાહ માટે મક્કામાં (Makka) જોવા મળ્યાં છે. જણાવી દઈએ કે થોડાં દિવસ પહેલા કિંગ ખાને પોતાના સોશિયલ મીડિયા (Social Media) દ્વારા ફેન્સ સામે પોતાની મક્કા જવા માટેની ઈચ્છા વ્યકત કરી હતી. બોલિવુડના કિંગ ખાનનો એક વીડિયો (Video) પણ સામે આવ્યો છે જેમાં તે કાળા વાળમાં તેમજ સફેદ કપડામાં મોઢા ઉપર માસ્ક પહેરેલા જોવા મળી રહ્યો છે. ફેન્સ કિંગ ખાનનું આ રૂપ જોઈને ખુબ ખુશ જોવા મળી રહ્યાં છે કારણે કે આ વીડિયોમાં કિંગ ખાન જે અંદાજમાં જોવા મળી રહ્યો છે તે અંદાજમાં કિંગ ખાનને તેના ફેન્સે કયારેય ન જોયા હશે. આ ઉપરાંત વીડિયોમાં જોઈ શકાય છે કે મક્કામાં ઉમરાહ કરવા ગયેલા કિંગ ખાન તેના ચાહકો તેમજ સુરક્ષાથી ધેરાયેલો છે. સુપર સ્ટાર કિંગ ખાનનો આ નવો અંદાજ જોઈને તેના ફેન્સ ખુબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યાં છે.

જણાવી દઈએ કે કિંગ ખાન અપકમિંગ મૂવી ડંકીમાં જોવા મળશે. તેમજ આ ફિલ્મનું શુટિંગ દુબઈમાં થઈ રહ્યું છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે દુબઈમાં ફિલ્મ ડંકીનું શૂટીંગ પૂર્ણ થયાની જાણકારી શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા આપી હતી. વીડિયોમાં તેણે ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા બાદ તમામ કલાકારોનો આભાર માન્યો હતો. આ ઉપરાંત સાઉદી અરેબિયાના સંસ્કૃતિ અને ફિલ્મ મંત્રાલયનો પણ આભાર માન્યો હતો. જણાવી દઈએ કે કિંગ ખાનના ફેન્સ તેની પઠાણ અને જવાન ફિલ્મનો પણનો લાંબા સમયથી રાહ જોઈને બેઠા છે. ઘણાં પાકિસ્તાની કલાકારો પણ ઉમરાહ માટે મક્કા પહોંચ્યા હતાં. શાહરૂખ ખાન ઉપરાંત પાકિસ્તાની એક્ટર-મોડલ હુમાયુ સઈદ અંસારી પણ ઉમરાહ માટે મક્કા ગયા છે. ઉમરાહ પહોંચ્યા બાદ કિંગ ખાને કેટલીક તસવીરો પણ શેર કરી છે. આ તસવીરોમાં તે ઉમરાહ કરતા હોય તેવું જોઈ શકાય છે.

Most Popular

To Top