Entertainment

સોનમ કપૂર અને આનંદ આહુજાના ઘરે ગુંજી કિલકારી, બેબી બોયને આપ્યો જન્મ

મુંબઈ: શનિવારે કપૂર ખાનદાનમાં (Kapoor family) વધુ એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ સોનમ કપૂરે (Actress Sonam Kapoor) પોતાના પહેલા બાળકને જન્મ (Birth) આપ્યો છે. મળતી માહિતી મુજબ અભિનેત્રીએ એક પુત્રને (Baby Boy) જન્મ આપ્યો છે. અભિનેતા રણબીર કપૂરની માતા નીતુ કપૂરે (Neetu Kapoor) તેના ઈન્સ્ટાગ્રામ પર એક નોટ શેર કરીને સોનમ કપૂર અને આનંદ આહુજાને (Anand Ahuja) અભિનંદન પાઠવ્યા છે. નીતુ કપૂરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જે અભિનેત્રી સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજા વતી છે.

નીતુ કપૂરે શેર કરેલી પોસ્ટ સોનમ કપૂર અને આનંદ આહુજા વતી છે. આ પોસ્ટમાં લખ્યું છે કે 20 ઓગસ્ટ 2022ના રોજ અમે એક સુંદર પુત્રનું સ્વાગત કર્યું છે. આ સફરમાં અમને સાથ આપવા બદલ ડોકટરો, મિત્રો, નર્સો અને પરિવારનો ખૂબ ખૂબ આભાર. આ માત્ર શરૂઆત છે, પરંતુ આપણે જાણીએ છીએ કે આપણું જીવન હંમેશ માટે બદલાઈ ગયું છે. સોનમ અને આનંદ.

આ પોસ્ટ શેર કરીને નીતુ કપૂરે સોનમના માતા-પિતા અનિલ કપૂર અને સુનીતા કપૂરને પણ અભિનંદન પાઠવ્યા હતા. અનિલ કપૂર પણ નાના મહેમાનના આગમનને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. બીજી પોસ્ટ શેર કરતા તેણે લખ્યું, “બેબી સ્વસ્થ છે. સોનમ અને આનંદે તેનું વેલકમ કર્યું છે. નવા માતા-પિતાને ખૂબ ખૂબ અભિનંદન.”

કપૂર પરિવારમાં ઉજવણીનો માહોલ
કપૂર પરિવાર માં આ માત્ર ઉજવણી કરવાનો સમય છે. ચાહકો પણ સોનમ કપૂર અને આનંદ આહુજાને કોમેન્ટ કરીને ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે. આ સાથે જ બોલિવુડના તમામ સ્ટાર્સ પણ સોનમને અભિનંદ આપી રહ્યા છે. આ સાથે જ તમામ સેલેબ્સ બાળક સ્વસ્થ રહે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સોનમના ફેન્સ અને સ્ટાર્સ રેડ હાર્ટ ઇમોજી પોસ્ટ કરી રહ્યાં છીએ. અનિલ કપૂર સિવાય રિયા કપૂર, ફરાહ ખાન સહિત ઘણા સેલેબ્સે આ પોસ્ટ શેર કરી છે.

સોનમ કપૂરનું બેબી સાવર
થોડા દિવસો પહેલા સોનમ કપૂર અને આનંદ આહુજા 1.5 કરોડની BMW જોઈ રહ્યા હતા. તેઓ નાના મહેમાનના આગમન પહેલા કાર ખરીદવા માંગતા હતા. સોનમ કપૂરે તેનું બેબી શાવર રાખ્યું હતું. પહેલા તેની ઉજવણી લંડનમાં કરવામાં આવી હતી, ત્યારબાદ ભારતમાં તેને ઉજવવાની યોજના હતી, પરંતુ કોરોનાવાયરસને કારણે તે ખૂબ ઓછા લોકો સાથે ઉજવવામાં આવી હતી. બાળક અને માતા બંનેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું હતું.

સોનમ કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે. તે આનંદ સાથે લંડનમાં રહેતી હતી. તેઓ ડિલિવરી માટે ભારત આવ્યા છે. સગર્ભાવસ્થાના તબક્કામાં રહીને સોનમ અને આનંદ આહુજાએ પોતાની બ્રાન્ડ લોન્ચ કરી હતી, જેમાં સોનમ બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

Most Popular

To Top