National

દુષ્કર્મ મામલે હાઈકોર્ટ દ્વારા FIRનો આદેશ અપાયા બાદ શાહનવાઝ હુસેન સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

નવી દિલ્હી: (New Delhi) ભાજપના (BJP) વરિષ્ઠ નેતા શાહનવાઝ હુસેન રેપ કેસમાં એફઆઈઆરમાંથી (FIR) રાહત મેળવવા માટે સુપ્રીમ કોર્ટ (Supreme Court) પહોંચ્યા છે. બુધવારે દિલ્હી હાઈકોર્ટે રેપ કેસમાં બીજેપી નેતા શાહનવાઝ હુસેનને (Shahnawaaz Hussain) રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે પોલીસને બળાત્કાર (Rape) સહિતની કલમો હેઠળ શાહનવાઝ હુસેન વિરુદ્ધ એફઆઈઆર નોંધીને ત્રણ મહિનામાં તપાસ પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. જણાવી દઈએ કે જાન્યુઆરી 2018 માં દિલ્હીની રહેવાસી મહિલાએ નીચલી કોર્ટમાં (Court) હુસેન વિરુદ્ધ બળાત્કારની એફઆઈઆર નોંધવા વિનંતી કરી હતી. જણાવી દઈએ કે દિલ્હીની મહિલાએ જાન્યુઆરી 2018માં નીચલી કોર્ટમાં હુસૈન વિરુદ્ધ બળાત્કારની એફઆઈઆર નોંધવાની અરજી કરી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે છત્તરપુર ફાર્મ હાઉસમાં હુસૈને તેની સાથે બળાત્કાર કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

દિલ્હી હાઈકોર્ટે બુધવારે પોલીસને બળાત્કાર સહિતની કલમો હેઠળ શાહનવાઝ હુસૈન વિરુદ્ધ એફઆઈઆર નોંધીને ત્રણ મહિનામાં તપાસ પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. મેજિસ્ટ્રિયલ કોર્ટે 7 જુલાઈના રોજ કલમ 376/328/120/506 હેઠળ હુસૈન વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે અવલોકન કર્યું હતું કે મહિલાની ફરિયાદમાં કોગ્નિઝેબલ ગુનો છે. જો કે પોલીસે રજૂ કરેલા અહેવાલમાં એવી દલીલ કરી હતી કે હુસેન સામેનો કેસ બહાર આવ્યો નથી. જોકે કોર્ટે પોલીસની દલીલને ફગાવી દીધી હતી. હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ આશા મેનને ચુકાદામાં કહ્યું હતું કે હકીકતો પરથી સ્પષ્ટ થાય છે કે આ કેસમાં FIR નોંધાય ત્યાં સુધી પોલીસની સંપૂર્ણ અનિચ્છા દેખાઈ રહી છે. કોર્ટે કહ્યું કે પોલીસ દ્વારા ટ્રાયલ કોર્ટમાં રજૂ કરવામાં આવેલ રિપોર્ટ અંતિમ રિપોર્ટ નથી જ્યારે અંતિમ રિપોર્ટને ગુનાની સંજ્ઞાન લેવા માટે સત્તાવાળા મેજિસ્ટ્રેટને મોકલવાની જરૂર છે.

ન્યાયાધીશ આશા મેનને કહ્યું કે જો કોર્ટના ઔપચારિક આદેશ વિના પણ કોગ્નિઝેબલ ગુનો જાહેર કરવામાં આવે તો પોલીસ તપાસ આગળ વધારી શકે છે. પરંતુ હજુ પણ એફઆઈઆર નોંધવી આવશ્યક છે અને આવી તપાસના નિષ્કર્ષ પર પોલીસે કલમ 173 સીઆરપીસી હેઠળ અંતિમ અહેવાલ સબમિટ કરવો પડશે. મેજિસ્ટ્રેટ પણ રિપોર્ટ સ્વીકારવા માટે બંધાયેલા નથી અને હજુ પણ તે નક્કી કરી શકે છે કે સંજ્ઞાન લેવું કે નહીં અને કેસ આગળ વધારવો છે. કોર્ટે હુસૈનની અપીલને ફગાવી દેતાં કહ્યું હતું કે, જો મેજિસ્ટ્રેટ તેને એફઆઈઆર અથવા કલમ 176(3) સીઆરપીસી હેઠળના અહેવાલ વિના ક્લોઝર રિપોર્ટ તરીકે માનવા માગે છે, તો પણ તેમને નોટિસ જાહેર કરી ફરિયાદ દાખલ કરવા માટે ફરિયાદીને વિરોધ અરજી આપવા સહિતની કાર્યવાહી કરવાની રહેશે.

જાણો શું છે સમગ્ર મામલો
આ મામલો વર્ષ 2018ના એપ્રિલ મહિનાનો છે. એક મહિલાએ શાહનવાઝ હુસૈન પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આરોપ છે કે શાહનવાઝ હુસૈને છતરપુરના એક ફાર્મ હાઉસમાં નશીલા પદાર્થ ખવડાવીને તેની સાથે બળાત્કાર કર્યો હતો. પરંતુ દિલ્હી પોલીસે આ કેસમાં કેસ નોંધવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પછી મહિલાએ દિલ્હીની સાકેત કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સાકેત જિલ્લા અદાલતે દિલ્હી પોલીસને શાહનવાઝ હુસૈન વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. નીચલી કોર્ટના આ આદેશને શાહનવાઝ હુસૈને સાકેત કોર્ટમાં જ વિશેષ ન્યાયાધીશ સમક્ષ પડકાર્યો હતો. ત્યાંથી કોઈ રાહત ન મળતાં તેણે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી. પરંતુ ભાજપના નેતાને હાઈકોર્ટમાંથી પણ કોઈ છૂટ ન મળતા હવે તેમની સામે બળાત્કારનો કેસ પીડાદાયક રહેશે. પોલીસ તપાસ કરશે, ત્રણ મહિનામાં રિપોર્ટ આપવો પડશે.

Most Popular

To Top