Entertainment

‘તારક મહેતા’ના સેટ પર ‘બાપુજી’ થયા ઘાયલ, હવે તેઓ શૂટિંગ નહીં કરી શકશે!   

મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના (Tarak Mehta Ka oolta Chashma) દર્શકો માટે એક ખરાબ સમાચાર છે. તારક મહેતાના સેટ પર બાપુજી (Bapuji) સાથે અકસ્માત બન્યો છે. સિરિયલનું શૂટિંગ દરમિયાન બાપુજીનું પાત્ર ભજવનાર અમિત ભટ્ટને (Amit Bhatt) સેટ પર ઈજા (Injured) પહોંચી હતી. ઈજા પહોંચતા જ ડોક્ટરને બોલાવવા પડ્યા હતા.

સિરિયલમાં ‘બાપુજી’નું પાત્ર ભજવી રહેલા અભિનેતા અમિત ભટ્ટને શૂટિંગ સેટ પર ઈજા થઈ હતી. ‘ચંપકલાલ’ અને ‘ચંપક ચાચા’ના નામથી જાણીતા અભિનેતા અમિત ભટ્ટ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના એક સીનનું શૂટિંગ કરી રહ્યા હતા. સીન દરમિયાન અમિત એટલે કે બાપુજીએ દોડવાનું હતું પરંતુ સીન કરતી વખતે તેમણે બેલેન્સ ગુમાવ્યું અને તેઓ નીચે પડી ગયા હતા.

અમિત ભટ્ટ સેટ પર ઘાયલ થયા બાદ ડોક્ટરોને બતાવવામાં આવ્યા હતા, જ્યાં સારવાર બાદ ડોક્ટરે તેમને થોડા દિવસ સંપૂર્ણ બેડ રેસ્ટ કરવાની સલાહ આપી છે. ચંપક ચાચાની ઈજાના સમાચાર સામે આવતાની સાથે જ ચાહકો તેમને ઝડપથી સાજા થઈ જાય તેવી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાઓ ‘ચંપક ચાચા’ને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છે અને જ્યારે અમિત ભટ્ટ સંપૂર્ણ સ્વસ્થ થશે ત્યારે જ શૂટિંગ ફરી શરૂ કરશે. 

ઉંમરમાં જેઠાલાલ કરતા નાના છે
અમિત ભટ્ટ વર્ષોથી બાપુજીનું પાત્ર ભજવી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે અમિત ભટ્ટ જેઠાલાલ એટલે કે દિલીપ જોશી કરતા ઉંમરમાં નાના છે, પરંતુ શોમાં જેઠાલાલના પિતાની ભૂમિકા ભજવી રહ્યા છે. અમિત ભટ્ટને વાસ્તવિક જીવનમાં બે જોડિયા પુત્રો છે. અમિત ભટ્ટ હિન્દી અને ગુજરાતી સિનેમાનું એક મોટું નામ છે. અમિત ભટ્ટે ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે પરંતુ તેમને ઓળખ માત્ર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી મળી છે. 

કોમેડી ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વર્ષ 2008થી સતત પ્રસારિત થઈ રહી છે અને આજે પણ દરેક ઘરમાં ફેમસ છે. આ ટીવી સિરિયલમાં એક કરતાં વધુ પાત્રો જોવા મળે છે, જેમાં જેઠાલાલ તરીકે દિલીપ જોશી અને બાપુજી તરીકે અમિત ભટ્ટ, બબીતા ​​જી તરીકે મુનમુન દત્તા મુખ્ય પાત્રોમાંના એક છે. આ સીરિયલની ફેન ફોલોઈંગ 14 વર્ષ પછી પણ ઓછી થઈ નથી. TRPની યાદીમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું નામ ટોપ પર છે. 

TRP રિપોર્ટમાં બીજા નંબર પર TMKOC
આ શો છેલ્લા 15 વર્ષથી TRPમાં પોતાની પકડ જાળવી રહ્યા છે. 15 વર્ષ બાદ પણ આ શોની ટીઆરપી ઓછી નથી થઈ, હાલના રિપોર્ટ અનુસાર આ શો બીજા નંબર પર છે. અભિનયની સાથે અમિત ભટ્ટ સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ છે. તે અવારનવાર તેની પત્ની અને બાળકો સાથે તેની તસવીરો અને વીડિયો પોસ્ટ કરે છે. ચાહકો પણ અમિતની પોસ્ટને ખૂબ પસંદ કરે છે અને કોમેન્ટ કરીને તેના વખાણ કરવામાં કોઈ કસર છોડતા નથી.

Most Popular

To Top