Entertainment

ઋતિક રોશન આ અભિનેત્રી સાથે લિવ-ઈનમાં રહેશે? મન્નતમાં બનાવ્યું શાનદાર ઘર

મુંબઈ: પત્ની સુઝેન ખાનથી અલગ થયા બાદ લાંબા સમયથી સિંગલ બોલિવૂડના ગ્રીક ગોડ ગણાતા ઋતિક રોશનના જીવનમાં કોઈ એવું આવી ગયું છે જેની સાથે ઋતિક એકાંત માણવા ઈચ્છે છે. આ માટે જ ઋતિક રોશને જુહુમાં 100 કરોડના ખર્ચે બે ફ્લેટ ખરીદયા છે. હાલમાં આ ફ્લેટમાં ઈન્ટિરીયર વર્ક ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં ઋતિક પોતાની ખાસ ફિમેલ ફ્રેન્ડ સાથે તે ફ્લેટમાં શિફ્ટ થવાનો હોવાની ચર્ચા બોલિવુડમાં ચાલી રહી છે.

છેલ્લાં કેટલાક સમયથી ઋતિક રોશન (Hritik Roshan) અભિનેત્રી સબા આઝાદને (Saba Azad) ડેટ કરી રહ્યા છે. બંને રિલેશનશિપમાં છે. થોડા દિવસો પહેલા ઋતિક રોશને ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા, જ્યાં ઋતિકે લખ્યું હતું કે કેવી રીતે તે બંને એક સાથે ડિનર ડેટ, વેકેશન પ્લાનિંગ કરે છે. ઈવેન્ટ્સમાં પણ બંને એકબીજાના હાથ પકડીને એન્ટ્રી લેતા જોવા મળે છે. કરણ જોહરના 50મા જન્મદિવસની પાર્ટીમાં ઋતિક અને સબા એકસાથે અદભૂત દેખાતા હતા. તેના ટ્વિનિંગ આઉટફિટની દરેક જગ્યાએ ચર્ચા થઈ હતી. હવે તેમના સંબંધોમાં લેટેસ્ટ અપડેટ એ છે કે બંને ટૂંક સમયમાં સાથે શિફ્ટ થવાના છે.

એક અહેવાલ અનુસાર ઋતિક અને સબા સાથે રહેવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. બંને મુંબઈ સ્થિત એપાર્ટમેન્ટ મન્નતમાં સાથે રહેવાનું વિચારી રહ્યા છે. બિલ્ડિંગના ટોચના બે માળનું હાલમાં રિનોવેશન કરવામાં આવી રહ્યું છે. આ કપલ ટૂંક સમયમાં આ બંને માળ પર શિફ્ટ થશે.

અભિનેતાએ 100 કરોડમાં બે એપાર્ટમેન્ટ ખરીદ્યા
થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે ઋતિક રોશને બે એપાર્ટમેન્ટ પાછળ લગભગ 100 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આ એપાર્ટમેન્ટ ત્રણ માળમાં બનેલા છે. તેમાંથી બે ટોપ ફ્લોર ઋતિક રોશને 97.50 કરોડમાં ખરીદ્યા હતા. બંને જુહુ-વર્સોવા લિંક રોડ પર સ્થિત આ એપાર્ટમેન્ટમાં સાથે રહેવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે. આ એપાર્ટમેન્ટમાંથી અરબી સમુદ્રનો નજારો જોવા મળે છે. તે 38 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે. ઋતિક રોશને જે ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે તે 15માં અને 16માં માળે આવેલું છે. 15માં માળનો એપાર્ટમેન્ટ ઋતિક રોશને 67.50 કરોડમાં ખરીદ્યો હતો અને 16મો માળ 30 કરોડમાં ખરીદ્યો હતો.

ઋતિક પહેલીવાર દિપીકા પદુકોણ સાથે ફિલ્મી પડદે ચમકશે
વર્કફ્રન્ટની વાત કરીએ તો ઋતિક રોશન હાલમાં દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ ‘ફાઈટર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. બંનેની ઓનસ્ક્રીન જોડી પહેલીવાર જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ સંભાળી રહ્યો છે. ફિલ્મની રિલીઝ ડેટ પણ આવી ગઈ છે. તે 25 જાન્યુઆરી, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. બીજી તરફ અંગત જીવનની વાત કરીએ તો ઋતિક રોશને પહેલા લગ્ન સુઝૈન ખાન સાથે કર્યા હતા. બંનેના થોડા વર્ષો પહેલા છૂટાછેડા થઈ ગયા હતા. જો કે, બંને તેમના પુત્રોનો ઉછેર સાથે કરે છે. આજના સમયમાં સુઝેન ખાન અર્સલાન ગોનીને ડેટ કરી રહી છે. તે જ સમયે, હૃતિક રોશન અભિનેત્રી સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. બંનેની ઉંમરમાં ઘણું અંતર છે.

Most Popular

To Top