Business

શેરબજાર ડાઉન, સોના-ચાંદીના ભાવમાં ઉછાળો

મુંબઈ: આજે સપ્તાહના અંતિમ દિવસે ઉતાર-ચઢાવ વચ્ચે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સૂનકે બ્રિટનમાં મંદીની જાહેરાત કરી ત્યાર બાદ તેની વૈશ્વિક સ્તરે વ્યાપક અસર પડી છે. આજે શુક્રવારે સવારે ભારતીય શેરબજાર (Sensex) ખુલ્યું ત્યારે જ શેર્સના (Shares) ભાવ તૂટ્યા હતા. બીજી તરફ પીળી કિંમતી ધાતુ સોનાના (Gold) ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે પણ સોના અને ચાંદીના ભાવ વધ્યા હતા.

BSE 87.12 પોઈન્ટના ઘટાડા સાથે 61,663.48 પોઈન્ટ પર બંધ રહ્યું
સ્થાનિક શેરબજાર શુક્રવારે ઉતાર-ચઢાવ વચ્ચે ઘટાડા સાથે બંધ થયું. BSE સેન્સેક્સ 87.12 પોઈન્ટ એટલે કે 0.14 ટકાના ઘટાડા સાથે 61,663.48 પોઈન્ટ પર બંધ થયો. એ જ રીતે NSE નિફ્ટીનો શેર 36.20 પોઈન્ટ એટલે કે 0.20 ટકાના ઘટાડા સાથે 18,307.70 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. રિયલ એસ્ટેટ અને PSU બેન્ક સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાન સાથે બંધ થયા છે. BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.4 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.

નિફ્ટીમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર સૌથી વધુ 2.51 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા. આ સિવાય બજાજ ઓટોના શેર 1.79 ટકા, NTPC 1.66 ટકા , બજાજ ફાઇનાન્સ 1.60 ટકા અને ઇન્ડસઇન્ડ બેન્કના શેર 1.57 ટકા ઘટીને બંધ થયા હતા. બજાર સંકેત આપી રહ્યું છે કે વર્તમાન કોન્સોલિડેશન ચાલુ રહી શકે છે અને નિફ્ટી ફરી મજબૂતાઈ સાથે 18,450 પોઈન્ટનું સ્તર પાર કરી શકે છે.

રૂપિયામાં નજીવો ઘટાડો જોવા મળ્યો
નજીવા ઘટાડા સાથે બંધ થયો યુએસ ડોલર સામે રૂપિયો નજીવા ઘટાડા સાથે 81.68 ના સ્તર પર બંધ થયો. પાછલા સત્રમાં તે 81.64ના સ્તરે બંધ રહ્યો હતો.

સોના-ચાંદીના ભાવમાં વધારો
શુક્રવારે સોના અને ચાંદીના વાયદાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ( MCX ) પર, ડિસેમ્બર 2022 માં ડિલિવરી માટે સોનું 12:07 વાગ્યે રૂ. 95 અથવા 0.18 ટકા વધીને રૂ. 52,938 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. અગાઉના સત્રમાં, ડિસેમ્બર કોન્ટ્રાક્ટ માટે સોનાનો દર 52,843 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. એ જ રીતે, ફેબ્રુઆરી 2023 માં ડિલિવરી માટેનું સોનું અગાઉના સત્રમાં રૂ. 53,313 પ્રતિ 10 ગ્રામની સરખામણીએ રૂ. 51 અથવા 0.10 ટકાના વધારા સાથે રૂ. 53,364 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું.

વાયદા બજારમાં ચાંદીના ભાવ
એમસીએક્સ પર, ડિસેમ્બર 2022 માં ડિલિવરી માટે ચાંદીની કિંમત 305 રૂપિયા અથવા 0.50 ટકાના વધારા સાથે 61,238 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. અગાઉના સત્રમાં, ડિસેમ્બર કોન્ટ્રાક્ટ ચાંદીનો ભાવ કિલો દીઠ રૂ. 60,978 હતો. એ જ રીતે, માર્ચ 2023 માં ડિલિવરી માટે ચાંદી રૂ. 327 અથવા 0.52 ટકાના વધારા સાથે રૂ. 62,737 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. અગાઉના સત્રમાં માર્ચ કોન્ટ્રાક્ટ માટે ચાંદીનો ભાવ રૂ. 62,410 પ્રતિ કિલો હતો.

વૈશ્વિક બજારમાં સોનાના ભાવ
ફેબ્રુઆરી 2023 માં ડિલિવરી માટેનું સોનું કોમેક્સ પર 0.11 ટકાના વધારા સાથે $1,765 પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું. એ જ રીતે, હાજર બજાર 0.15 ટકાના વધારા સાથે $1,763.13 પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું.

આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવ
કોમેક્સ પર, માર્ચ 2023 માં ડિલિવરી માટે ચાંદી 0.78 ટકાના વધારા સાથે $21.33 પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ થઈ રહી હતી. એ જ રીતે હાજર બજારમાં ચાંદી 0.66 ટકાના વધારા સાથે 21.09 ડોલર પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ થઈ રહી હતી.

Most Popular

To Top