Dakshin Gujarat

પુલ ઉપર ફૂલ સ્પીડમાં દોડતી એસટી બસનું આગળનું ટાયર નીકળી ગયું અને..

સાપુતારા : સલામત સવારીનાં બણગા ફૂંકતુ એસટી (ST) વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. ગુરૂવારે દાહોદથી (Dahod) ડાંગ (Dang) જિલ્લાનાં આહવા (Ahva) ખાતે જતી દાહોદ-આહવા એસટી બસનું (Bus) વઘઇ નજીકનાં અંબિકા નદીનાં પુલ ઉપર અચાનક આગળનું એક ટાયર નીકળી જતા સવાર મુસાફરો ગભરાઈ ગયા હતા. આ દુર્ઘટના થઈ ત્યારે બસમાં 30થી વધુ મુસાફરોનાં જીવ તાળવે ચોટ્યા હતા. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જનહાનિ થઈ ન થતા સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો.

  • દાહોદથી આહવા જતી બસના ડ્રાઇવરે પોતાની સુઝબુઝથી બસને કંટ્રોલમાં રાખીને રસ્તા પર ઉભી કરતાં 30થી વધુ મુસાફરોનો જીવ બચી ગયો

ગુજરાત એસટી નિગમ એસટી બસમાં મુસાફરી માટે સલામત સવારીનાં સ્લોગન આપે છે.પરંતુ હાલમાં એસટી વિભાગ દ્વારા જ બસોની સમયસર મરામત ન કરાતા સલામત સવારીનાં સ્લોગન નિર્થક સાબિત થયા છે. અહીં સ્થળ પર એસટી બસનું ટાયર નીકળવાની ઘટનાને પગલે ડ્રાઇવરે પોતાની આગવી સુઝબુઝથી બસને કંટ્રોલ કરીને રસ્તા પર ઉભી કરતા મોટી દુર્ઘટના ટળી હતી.

નાનાંપોઢા નજીક બાઈક સ્લીપ થતાં યુવકનું મોત, ચાલક મિત્રને ઇજા
વલસાડ: નાનાપોઢા વાપી માર્ગ ઉપર નાનાપોઢા સ્વામિનારાયણ મંદિર નજીક યુવકની બાઈક સ્લીપ થતાં ગંભીર ઈજાને લઈ પાછળ બેઠેલા મિત્રનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે ચાલકને સારવાર માટે વલસાડ સિવિલમાં લઇ જવાયો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વારોલી ગામથી ચીચોઝર જાનમાં પેશન બાઈક નબર જી.જે.15.એમ.એમ.7033 ઉપર જઈ રહેલા ઋષિભાઈ સોમાભાઇ પવાર (રહે. વારોલી, તા.કપરાડા)ની બાઈક નાનાપોઢા સ્વામિનારાયણ મંદિર નજીક સ્લીપ થઈ જતાં ચાલક ઋષિભાઈ અને પાછળ બેસેલો શરીફભાઈ જીતુભાઈ થોરાત (રહે. બિલ્પુડી, તા.ધરમપુર)ને ગંભીર ઈજા થઈ હતી. શરીફભાઈને સારવાર માટે નાનાપોઢા સી.એચ.સી માં લઈ જવાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે ચાલક ઋષિભાઈને સારવાર માટે વલસાડ સિવિલમાં દાખલ કરાયો હતો. ઘટના અગે ધાકલભાઈ શાંતુભાઇ ગોદડીયા (રહે. કાકડકુવા,તા.ધરમપુર)એ બાઈક ચાલક ઋષિભાઈ પવાર સામે નાનાપોઢા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top