SURAT

સુરતનાં લોકોને લાગ્યું ઈ-વાહનનું ઘેલું, એક જ વર્ષમાં આટલા વાહન વેચાયા, રાજ્યમાં પ્રથમ

સુરત: રાજ્યની નવી ઇલેક્ટ્રિક વેહિકલ પોલિસીનો સૌથી વધુ લાભ રાજ્યમાં સુરત(Surat)ના વાહન માલિકોએ લીધો છે. સુરતમાં સર્વાધિક 9000 ઇલેક્ટ્રિક વાહનો(Electric Vehicles) વેચાયા(Sell) હતાં. જે પૈકી સબસિડી માટે 8400 વાહનો એલિજીબલ ઠર્યા હતાં. જેમાં 6000 વાહન માલિકોને સરકારે એમના ખાતામાં 12.94 કરોડની સબસિડી રિલીઝ કરી હતી. સુરતના ઇન્ચાર્જ આરટીઓ હાર્દિક પટેલે કહ્યું હતું કે ઇ-વેહિકલ વાહનનું વેચાણ થતાં જ 48 કલાકમાં એનું રજિસ્ટ્રેશન થાય અને વાહન ખરીદનારના ખાતામાં સબસિડી મળે એ માટે તાજેતરમાં વાહન ડિલરોની આદેશ આપવામાં આવ્યાં હતાં.

  • નાણાંકીય વર્ષ 2021-22માં 9000 ઇ-વેહિકલના વેચાણ સાથે સુરત રાજ્યમાં પ્રથમ
  • સુરતમાં 9000 ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ સામે 6000 માલિકોને 12.94 કરોડની સબસિડી ચૂકવાઈ

ઇલેક્ટ્રિક વ્હીકલના વેચાણમાં સુરતમાં જાગૃતિ સારી હોવાથી 9000 વાહન વેચાણ થયા હતાં એ પૈકી 8400 વાહનો સબસિડી માટે લાયક ઠર્યા હતાં. 6000 વાહન માલિકોને એમના ખાતાંઓમાં સબસિડી આપવામાં આવી છે. વાહન વ્યવહાર કમિશનર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ ઇ- વેહિકલના વેચાણમાં 9000 વાહનો સાથે સુરત પ્રથમ ક્રમે, 5020 વાહન સાથે અમદાવાદ બીજા ક્રમે, 1900 વાહનો સાથે વડોદરા ત્રીજા અને 1480 વાહનોના વેચાણ સાથે રાજકોટ ચોથા ક્રમે રહ્યું છે. ટુ વહીલર વાહનોના વેચાણમાં પણ સુરત રાજ્યમાં પ્રથમ રહ્યું છે. 9000 વાહનોના વેચાણમાંથી 5746 ટુ વહીલર વેચાયા હતાં. તે પછી 120 કાર અને 13 થ્રી વ્હિલર વેચાયાં હતાં.

પેટ્રોલ,ડીઝલ અને સીએનજીનાં ભાવ વધતા લોકો ઇલેક્ટ્રિક વાહન તરફ વળ્યા
જોકે નવા નાણાંકીય વર્ષમાં એપ્રિલ થી અત્યાર સુધી પણ મોટી સંખ્યામાં ઇલેક્ટ્રિક વાહનો ડિલર્સે વેચ્યા છે. મુખ્ય કારણ એ છે કે પેટ્રોલ, ડીઝલના ભાવો 100 રૂપિયાને પાર જવા સાથે સીએનજીના ભાવો પણ પેટ્રોલના ભાવોની નજીક જઈ રહ્યાં હોવાથી ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધી રહ્યું છે. સરકાર ઇલેક્ટ્રિક કાર માટે 1.50 લાખ સુધી,ટુ વહીલર માટે 10,000 સુધી, તથા 15 લાખની કિંમતના થ્રી વ્હિલર માટે અને 15 લાખ સુધીની કારની કિંમત મર્યાદા રાખવામાં આવી છે.

મહાનગરોમાં કેટલા ઇ-વેહિકલ વેચાયા
સુરત- 9000
અમદાવાદ- 5020
વડોદરા- 1900
રાજકોટ- 1480

Most Popular

To Top