Gujarat

અમદાવાદના અમરાઈવાડીમાંથી પાંચ લાખના એમડી ડ્રગ્સ સાથે એક ઝડપાયો

અમદાવાદ: અમદાવાદ સહિત ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો છે. શનિવારે અમદાવાદના (Ahmedabad) અમરાઈવાડી (Amraiwadi) વિસ્તારમાંથી 51 ગ્રામ એમડી ડ્રગ્સના (MD Drugs) જથ્થા સાથે એક શખ્સની એસઓજી પોલીસે ધરપકડ (Arrest) કરી હતી. જ્યારે અન્ય એક નાસી જવામાં સફળ રહ્યો હતો. ઝડપાયેલો શખ્સ મંદિર આસપાસના વિસ્તારમાં છૂટક ડ્રગ્સનું વેચાણ કરતો હતો.અમદાવાદ શહેરની એસઓજી પોલીસે (SOG Police) બાતનીને આધારે અમરાઈવાડી વિસ્તારમાંથી મંદિર આસપાસ તેમજ અન્ય સ્થળો ઉપર છૂટક પડીકીમાં ડ્રગ્સનું વેચાણ કરતા આરોપી મહંમદ આરીફ ઉફ્રે કાળિયાની ધરપકડ કરી હતી.

પ્રાથમિક તપાસમાં તે જુદા જુદા વિસ્તારોમાં લોકો છૂટકમાં ડ્રગ્સનું વેચાણ કરતો હતો
અન્ય એક આરોપી નાસી ગયો હતો. ધરપકડ કરાયેલા આરોપી અહેમદ આરીફ પાસેથી 51 ગ્રામ અંદાજે કિંમત રૂપિયા પાંચ લાખનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું.એસઓજી ટીમે આરોપીની પૂછપરછ કરતા પ્રાથમિક તપાસમાં તે જુદા જુદા વિસ્તારોમાં લોકો છૂટકમાં ડ્રગ્સનું વેચાણ કરતો હતો. આ આરોપી છેલ્લાં પાંચ વર્ષથી ડ્રગ્સના કારોબારમાં સંડોવાયેલો હોવાનું પણ બહાર આવ્યું છે.

આરોપી અગાઉ આંગડિયા લૂંટ તથા દારૂની હેરાફેરીના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે.

ઉપરાંત આ ડ્રગ્સ ગોમતીપુરના અખ્તરખાન પઠાણ પાસેથી લાવ્યો હોવાનું બહાર આવતાં પોલીસે અખ્તરખાનની તપાસ શરૂ કરી છે. આરોપી અગાઉ આંગડિયા લૂંટ તથા દારૂની હેરાફેરીના કેસમાં અગાઉ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો હોવાનું પણ બહાર આવ્યું છે. પોલીસે ડ્રગ્સનો કારોબાર કરતા આ આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી છે. તપાસ દરમિયાન અન્ય નેટવર્કનો પર્દાફાશ થાય તેવી પોલીસને આશંકા છે.

Most Popular

To Top