Gujarat

‘સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ, રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ’નો પ્રારંભ

ગાંધીનગર : પીએમ નરેન્દ્ર મોદીના ૭૨માં જન્મ દિને આજથી રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) હસ્તે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ‘સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ (Student Start Up) રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ’નું (Research and Innovation Festival) ઉદધાટન કરવામાં આવ્યું હતું.ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના આર્થિક વિકાસમાં સ્ટુડન્ટ્સ સ્ટાર્ટઅપનું પણ મહત્ત્વનું યોગદાન છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં સરકાર તમામ પ્રકારનો સહયોગ આપવા કટિબદ્ધ છે.

રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ’નો મુખ્ય હેતુ:ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદ ખાતે આજે 17 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર દરમિયાન 175 શૈક્ષણિક સંસ્થાઓમાં યોજાનારા ‘સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ, રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ’નો મુખ્ય હેતુ રિસર્ચ અને ઈનોવેશન ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરે અને આત્મનિર્ભર ભારત માટે યુવાનોનું સશક્તિકરણ કરવાનો છે.પટેલે કહ્યું હતું કે, પીએમ મોદીના જન્મદિવસે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ, રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલનો શુભારંભ થયો છે.

ઇનોવેશન ક્ષેત્રમાં એવી ફેસિલિટી સરકાર દ્વારા ઊભી કરવામાં આવી
ઇનોવેશન ક્ષેત્રમાં એવી ફેસિલિટી સરકાર દ્વારા ઊભી કરવામાં આવી છે જેના કારણે સામાન્યમાં સામાન્ય સ્ટુડન્ટ્સને તેના વિચારને ગ્લોબલ માર્કેટ સુધી લઈ જવામાં મદદ મળી રહી છે. પીએમ મોદીનું જ સ્વપ્ન છે કે વિદ્યાર્થીને એક ગ્લોબલ માર્કેટ મળે જેના કારણે તે દેશની વિકાસ યાત્રામાં ભાગીદાર બને અને એ આજે સાર્થક થઈ રહ્યું છે.

Most Popular

To Top