Gujarat

CM ભૂપેન્‍દ્ર પટેલનાં નેતૃત્વમાં ગુજરાતના પ્રધાનમંડળે અયોધ્યા પહોંચી રામલલાના દર્શન કર્યા

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને રાજ્યના મંત્રીમંડળનાં મંત્રીઓ (Ministers) શનિવારે અયોધ્યા (Ayodhya) પહોંચ્યા હતા. અહીં તેમણે ભવ્ય રામમંદિરમાં રામલલાનાં દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીનાં નેતૃત્વમાં રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓ, વિધાનસભા અધ્યક્ષ, મુખ્ય દંડક સહિત સૌએ વિમાનમાં અયોધ્યામાં પહોંચી રામમંદિરમાં રામલલ્લાનાં ભક્તિભાવ પૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

પોતાના મંત્રીઓ સાથે શનિવારે સવારે રામલલાના દર્શન બાદ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે જણાવ્યું કે અયોધ્યાના રામમંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા એ કરોડો ભારતીયો માટે અમૃત ઉત્સવ સમાન છે. PM મોદીના હસ્તે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમગ્ર ગુજરાત અને ગુજરાતીઓ માટે અત્યંત ગૌરવશાળી અવસર છે. રામમંદિર સાચા અર્થમાં રાષ્ટ્રની ચેતના અને રાષ્ટ્રના નવજાગરણનું કેન્‍દ્ર બન્યું છે. તેમણે કહ્યું કે પ્રભુ શ્રી રામના દર્શન કરીને તેમણે ભગવાનને પ્રર્થના કરી છે કે ગુજરાત સહિત સૌ દેશવાસીઓનું સ્વાસ્થ્ય સુખમય રહે અને PM મોદીના નેતૃત્વમાં ભારત જે વિકાસની નવી ઉંચાઇઓ સર કરી રહ્યું છે તે વિકાસ યાત્રા આવનારા દિવસોમાં પણ પ્રભુ શ્રી રામની કૃપાથી તેમના નેતૃત્વમાં સતત આગળ વધતી રહે. 

જણાવી દઈએ કે મુખ્યમંત્રી સાથે તેઓનું મંત્રીમંડળ વિમાનમાં સવાર થઈ અયોધ્યા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી રિતિકેશ પટેલ, કુબેર ડીંડોર, ભાનુબેન બાબરિયા, બળવંતસિંહ રાજપૂત, પ્રફુલ પાનસેરિયા, મુળુભાઈ બેરા સહિતના નેતાઓ વિમાનમાં પહોંચ્યા હતા. આ પહેલા અયોધ્યા માટેની સફર શરૂ કરતા પહેલા તમામ મંત્રીઓએ ‘જય શ્રી રામ’, ‘સિયાવર રામચંદ્ર કી જય’ ના નારા લગાવ્યા હતા. 

Most Popular

To Top