Dakshin Gujarat

CM ભુપેન્દ્ર પટેલ નવસારી લોકસભાના મતદારો તેમજ કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધારવા નવસારી પહોંચ્યા

નવસારી: (Navsari) લોકસભાની ચૂંટણીને (Election) હવે એક મહિનો બાકી રહ્યો છે. ત્યારે હવે નવસારી લોકસભાની ચૂંટણીમાં વધુ લીડ મળે તે માટે મુખ્યમંત્રીએ નવસારી આવી કાર્યકર્તાઓ તેમજ બુદ્ધિજીવીઓ સાથે ચર્ચા કરી તેઓને માર્ગદર્શન આપ્યું હતું.

  • નવસારી લોકસભામાં લીડ વધારવાનું માર્ગદર્શન આપવા મુખ્યમંત્રી નવસારી આવ્યા
  • નવસારી લોકસભાની સીટ માટે કોંગ્રેસના સ્વ. અહમદ પટેલની પુત્રીને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યા છે

નવસારી લોકસભાની ચૂંટણીને હવે એક મહિના જેટલો સમય જ બાકી છે. ત્યારે લોકસભાની ચૂંટણી બાબતે રાજકિયપક્ષો મતદારોને રિઝવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. જોકે ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલે દેશમાં સૌથી વધુ લીડ મેળવી વિક્રમ સર્જ્યો હતો. પરંતુ નવસારી લોકસભાની સીટ માટે હવે કોંગ્રેસના સ્વ. અહમદ પટેલની પુત્રીને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યા છે. જેથી નવસારી લોકસભાની ચૂંટણીમાં વધુ લીડ મળે તે માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

નવસારી લોકસભા મત વિસ્તારમાં નવસારી જિલ્લાની 3 વિધાનસભા સહિત 7 વિધાનસભાનો સમાવેશ થાય છે. જેમાં 21 લાખ જેટલા મતદારો નોંધાયા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નવસારી લોકસભા મત વિસ્તારના મતદારો તેમજ કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધારવા માટે નવસારી આવી પહોંચ્યા હતા. જ્યાં નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને મહામંત્રી સહિતના આગેવાનો તેમજ કાર્યકર્તાઓએ હાજર રહી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવકાર્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કાર્યકર્તાઓ તેમજ બુદ્ધિજીવીઓ સાથે બેઠક કરી ચર્ચા-વિચારણા કરી હતી. તેમજ નવસારી લોકસભાની ચૂંટણીમાં સી.આર. પાટીલને વધુમાં વધુ લીડ મળે તે માટે માર્ગદર્શન આપ્યું હતું.

Most Popular

To Top