National

દિલ્હી MCDની ચુંટણીમાં આપ પાર્ટીને બહુમત, ભાજપનાં સુપડા સાફ

નવી દિલ્હી: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (Municipal Corporation Of Delhi ) ની ચુંટણી (Election)માં આમ આદમી પાર્ટી (AAP) એ બહુમતી (Majority) મેળવી લીધી છે. AAPએ 15 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) મહાનગર પાલિકામાં સત્તામાંથી બહાર નીકળી ગઈ છે. તમને જણાવી દઈએ કે દિલ્હીમાં 250 મ્યુનિસિપલ વોર્ડની ચૂંટણીમાં રવિવારે 4 ડિસેમ્બરે યોજાઈ હતી. ચૂંટણીમાં કુલ 1349 ઉમેદવારો મેદાનમાં હતા. લગભગ 50.47 ટકા મતદાન નોંધાયું હતું. છેલ્લા 15 વર્ષથી દિલ્હી MCD પર ભાજપનો કબજો હતો. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી દિલ્હીના દિલ એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન પર જીત મેળવવામાં સફળ રહી છે. વહેલી સવારથી શરુ થયેલી મતગણતરીમાં પહેલા તો આપ અને ભાજપ વચ્ચે રસાકસી ચાલી રહી હતી. જો કે ત્યારબાદ થોડા થોડા સમયે પરિણામો બદલાતા રહ્યા અને ચિત્ર સ્પષ્ટ થતું ગયું. ચુંટણીમાં કેજરીવાલે બહુમત મેળવી ભાજપને બહાર કરી દીધું હતું.

ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં આમ આદમી પાર્ટીના બોબી કિન્નર સમુદાયમાંથી જીતનાર પ્રથમ ઉમેદવાર છે. તેઓ 6,714 મતોના જંગી માર્જિનથી જીત્યા છે. બોબીએ કોંગ્રેસના વરુણ ઢાકાને હરાવ્યા હતા. આ ચૂંટણીઓમાં તેમને કુલ 14,831 વોટ મળ્યા જ્યારે વરુણને 8,107 વોટ મળ્યા. બોબી લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા. આ જ કારણ છે કે આ વખતે તેમને નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી છે. 38 વર્ષીય બોબીએ નવમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તે લાંબા સમયથી જાહેર જીવનમાં છે અને પોતાની એનજીઓ દ્વારા લોકો સાથે જોડાયેલી હતી. વર્ષ 2017માં બોબી પહેલીવાર ચર્ચામાં આવ્યો જ્યારે તેણે એમસીડીની ચૂંટણી અપક્ષ તરીકે લડવાનું નક્કી કર્યું. બાદમાં તે આમ આદમી પાર્ટીનો ભાગ બની ગઈ. બોબી અણ્ણા આંદોલન સાથે પણ જોડાયેલા હતા.

વિશ્વની સૌથી મોટી પાર્ટી સત્તામાંથી ફેંકાઈ ગઈ – મનીષ સિસોદિયા
દિલ્હીના સીએમ અને AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ, ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને પંજાબના સીએમ ભગવંત માન પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા છે. કારણ કે પાર્ટીએ MCD ચૂંટણી જીતવા માટે બહુમતનો આંકડો સરળતાથી પાર કરી લીધો છે.

આ માત્ર જીત નથી પરંતુ દિલ્હીને સ્વચ્છ અને બહેતર બનાવવાની મોટી જવાબદારી છે: મનીષ સિસોદિયા
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે, અમે આમ આદમી પાર્ટીને જનાદેશ આપવા માટે દિલ્હીની જનતાનો આભાર માનીએ છીએ. આ માત્ર જીત નથી પરંતુ દિલ્હીને સ્વચ્છ અને બહેતર બનાવવાની મોટી જવાબદારી છે.

ગુજરાતમાં આપ આવતીકાલે ચમત્કાર સર્જશે: ભગવંત માન
MCD નાં વિજ્યોત્સવમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભવિષ્ય વાણી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આપ આવતીકાલે ચમત્કાર સર્જશે. ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે આપનો વિધાનસભામાં પ્રવેશ થઈ ગયો છે. 2024માં મોદી-શાહની જોડીને ગુજરાતમાં બિઝી રાખીશું.

Most Popular

To Top