Charchapatra

આજ ફિર જિનેકી તમન્ના હૈ, આજ ફિર મરનેં કા ઇરાદા હૈ…


જીવનમાં દરેક વ્યકિતને લાંબુ જીવવાની તમન્ના હોય છે અને સાથે સાથે કશું નવું કરી જવાની ખ્વાઇશ પણ હોય છે. પરંતુ જીવન અને મોત એ બંને પાસા વિધાના હોય છે. કાલે સવારે કોનું મોત થશે કે જન્મ થશે કોને ખબર છે??? વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોનાની મહામારીએ તો કયામત લાવી દીધ. આ કયામત હી કયામતના માનવભક્ષી આતંકમાં ભલભલાએ જાન ગુમાવ્યા છે.

પરપ્રાંતિયમાંથી દોરી લોટો લઇને આવેલા શખ્સે મહામહેનત મજૂરી કરી પરિશ્રમ-જહેમત ઉઠાવ્યો, બે પાંખડે સુખી થયો, પરિવાર માટે કંઇક નવું કરવાની તમન્ના જાગી તો કોરોના કાળે તેને ભરખી લીધો, બીજી તરફ હોસ્પિટલમાં કોરોનાના ખાટલે પડેલો મધ્યમવર્ગીને પોતાના પરિવારને બચાવવાનો ઇરાદો છે તે ખુબ બેબશ છે, પરંતુ ભગવાનને પ્રાર્થના કરે છે, મને ભલે કોરોનાના ખપ્પરમાં હોમાવી દો, પરંતુ મારા નિર્દોષ પરિવારને જીવતદાન આપો. અંધી સી નગરી મેં સેં જા રહા હું, દેખનેવાલા કોઇ નહીં, ખુદા, તુમ હી નિકાલ, ઇસ કયામત ખાનેં સે.’
તરસાડા- પ્રવીણસિંહ મહિડા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top