Charchapatra

પ્રિ-મોન્શુન કાર્યવાહી

કુદરતી આપણને તેની ઋતુ બદલતા પહેલા અગમચેતી તો આપે છે પરંતુ આપણા તેને ગણકારતા નથી અથવા ગંભીર રીતે લેતા નથી. જેને પરિણામ માલ-મિલકતને નુકસાન અથવા ગંભીર સમસ્યા ઊભી થઇ શકે છે. મેઘરાજા બારણે ટકોર મારી રહ્યા છે જેનો પહેલા અનુભવ આપણને તા. 1-6-26 (સોમવાર)ની રાત્રે 2.30 થી 4.00 સુધી થયો. આથી પૂર્વ તે ખાત્રી રૂપે નીચે મુજબના મારા નામ સૂચનો છે.

જેનો અમલ કરવા વિનંતી છે. (એ) બિલ્ડીંગ કોરલેક્ષ/ઘરની મીટર પેટી પર જો વરસાદી પાણી લીક થતુ હોય છે તાત્કાલિક રિપેર કરાવી દેવુ. જેથી શોર્ટસર્કીટ નિવારી શકાય. જેથી આગ લાગવાનો ભય ન રહે. (બે) કોમ્પલેક્ષની અંદર ગટરો સાફ કરાવી દેવી જેથી હેવી રેઇનમાં ગટર-પાણી બ્લોક ન થાય. (સી) જો ટેરેસમાંથી વરસાદી પાણી ગળતું હોય તો તે પણ તાત્કાલિક વોટર પ્રુફીંગ કરાવી દો. (ડી) જરૂરી રેઇનકોટ, છત્રી, હાથવગા રાખો. તમારા વાહનની ડિકીમાં મૂકી રાખો. વાહનને જરૂરી કવર કરાવી રાખો. અંતમાં prevention is better than care.
સુરત     -દિપક બી. દલાલ  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top