Charchapatra

દેશની વસ્તી વિસ્ફોટ વિશે વિચારો

દેશના વિકાસની વાત કરીએ તો ઝડપથી વસ્તી વૃદ્ધિ થઈ રહી છે. તેના પ્રમાણમાં જમીનો વધતી નથી. વિકાસ ના ફળ દરેક વ્યક્તિ ને મળવા જોઈએ તેમ થતું નથી. પૃથ્વી પર અવતરણ માટે દરેક વસ્તુ ઉપલબ્ધ કરાવવી પડે. વિકાસ ના ફળ વસ્તી વધારો ખાઈ જાય છે. વધતી વસ્તીને રોકી ના શકાય પણ આવનારા 100વર્ષ માટે રહેઠાણ ની વ્યવસ્થા માટે અત્યારથી જ આગોતરું આયોજન કરવું પડે. જેમ આજથી 100વર્ષ પહેલાં ડેમ, રસ્તાઓ, પુલ વગેરેનું આયોજન કરેલ તેવું આયોજન આવનારી પેઢી માટે કરવું જ જોઈએ. હાલમાં મોટાં શહેરોમાં ટ્રાફિક નિયંત્રણ માટે મેટ્રો, બુલેટ ટ્રેન, જાહેર પરિવહન ની જોગવાઇ કરવામાં આવી રહી છે તેમ છતાં ટ્રાફિક ને સરળ સંચાલનમાં મુશ્કેલી અનુભવવી પડે છે. વધતી વસ્તી ના પ્રમાણમાં દરેક બાબતની જરૂરિયાત રહેવાની. ભવિષ્ય ના આયોજન માટેનો માસ્ટર પ્લાન અત્યારથી જ બનાવવાનું શરૂ કરવું જોઈએ.
સુરત     -ચંદ્રકાન્ત રાણા    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top