કામિયાબીની ગરજે પુષ્કળ લાભ લીધા બાદ ઊંચાઈ પર પહોંચી લાભાન્વિત કરનારની ઉપેક્ષા અને ભ્રમિત દિમાગમાં પ્રવેશેલા અહંકારને કારણે ફિલ્મજગતનાં વિવિધ ક્ષેત્રોનાં કસબીઓ પાછળથી ઝાંખાં પડી જાય છે. સૃષ્ટિ સર્જનહારની કૃપાથી ફિલ્મી ક્ષેત્રે વરદાનરૂપ ગાયક પ્રગટયો, જે વ્યવસાય અને જાહેર જીવનમાં ફરિસ્તા સ્વરૂપ રહ્યો. નવોદિત નિર્માતા, દિગ્દર્શક અને કલાકારોને વિશ્વાસ રહેતો કે જો એ ગાયકનું એકાદ ગીત પણ લોકપ્રિય થયું તો ફિલ્મને અવશ્ય સફળતા મળી જશે. સંગીત દિગ્દર્શકો અને અદાકારો જેનાં ગીત ગુંજનથી સફળતાની ટોચ પર પહોંચી જતા હતા, છતાં અજાયબી એ વાતની હતી કે એ ગાયકને મને ધનલાલસા જરાયે ન હતી.
આર્થિક તંગીવાળા નિર્માતાઓ, સંગીતકારોને ટોકન એક રૂપિયો લઈને પણ પૂરેપૂરી નિષ્ઠા સાથે ગીત રેકોર્ડ કરાવી દેતા, ઘણી વાર તો સામેથી રૂપિયાવાળી દેતાં સંખ્યાબંધ ફિલ્મો જેમનાં ગીતોથી ભારે સફળતાને રળી, તેવા નિર્માતાઓ, સંગીતકારો, અદાકારોએ સિદ્ધિની ટોચ પર પહોંચી ગયા બાદ અહંકારમાં ડૂબી જઈ એ ગાયકની ધિક્કારપાત્ર ઉપેક્ષા કરવા માંડી એટલું જ નહીં પણ નિર્માતાઓને પણ તે ગાયક પાસે ગીત નહીં ગવડાવવા વિવશ કરવા લાગ્યાં. થોડા સમય લગી તેની અસર દેખાઈ, પણ તે પછીના તે ગાયકનાં અંતિમ વર્ષોમાં જબરદસ્ત ગીતો પ્રસ્તુત કર્યાં એ ગાયકે કોઈની સાથે પણ કટુતાપૂર્ણ વ્યવહાર રાખ્યો નહીં, કોઈ પણ રીતની શત્રુતા દાખવી નહીં.
શમ્મીકપુરે તો મરતાંદમ સુધી એ ગાયકને જ પોતાનો અવાજ બનાવી રાખ્યો. નેશનલ એવોર્ડ તો ગાયકને મળ્યો, પણ ‘‘ભારતરત્ન’’ જેવો સાધિકાર એવોર્ડથી છેવટ સુધી વંચિત રાખવાની હકીકત સમસ્ત વિશ્વે જાણી સંપૂર્ણ સદાચારી, નમાઝ-રોઝાનો પાબંદ એ મહાન ગાયક મોહમ્મદ રફી કાયમી ખુશ્બૂ ફેલાવી ગયો. ગરજવાન દુનિયાને અલવિદા કરી ગયો. ફિલ્મજગતને તો કરોડો રૂપિયાનો ફાયદો કરાવ્યો પણ તે સાથે જ મૂગામો છે. કરેલી સખાવતો અને જરૂરતમંદોને આર્થિક મદદની નેક દર્શાવી ગયો.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.