Warning: file_put_contents(): Only -1 of 1338 bytes written, possibly out of free disk space in /home/gujaratmitraco/public_html/wp-content/plugins/wp-optimize/minify/class-wp-optimize-minify-cache-functions.php on line 421
Charchapatra

પ્રવાસના આયોજનમાં સતર્કતા

રોજબરોજની યત્રવત જીંદગીથી કંટાળી જવાથી માનવીએ પ્રવાસનું આયોજન કર્યું હોય છે અને જે યુગલના સંતાનો શાળાએ શિક્ષણ પ્રાપ્ત કરવા જતા હોય એ પરિવારને વેકેશનમાં જ પ્રવાસ જવાનું અનુકુળ રહે એ સર્વસ્વીકાર્ય વાત છે. પરંતુ યાત્રાધામો, પર્વતીય સ્થળ, દરિયાકિનારાના સ્થળ, ઐતિહાસિક સ્થળો વિ. અનેક પર્યટન સ્થળોએ પર્યટકોને નાણાંકીય બાબતે લૂંટવામાં આવે છે. અન્ય રાજ્યના પર્યટન સ્થળે જઈએ એટલે બધી જાણકારી ન હોય એટલે એનો ગેરલાભ ત્યાંના હોટલવાળા, રેસ્ટોરન્ટ વાળા, ગાઈડ વિ. ઉઠાવતા હોય છે. આપણી જરૂરિયાત (ગરજ) પૂર્ણ કરવા એમને મોં માગ્યા દામ ચૂકવવા પણ પડે છે.

રીક્ષાવાળા- ટેક્ષીવાળા પણ અજાણ્યાને ફેરવી ફેરવીને પાસેના સ્થળે લઈ જાય છે આનો ઉપાય શું? અન્ય જાણકાર વ્યક્તિ જે તે સ્થળે જઈ આવી હોય એમની પાસેથી સાચી માહિતી અને રીઝનેબલ હોટલ-ધર્મશાળાના નામ ઠામ જાણી લેવા આવશ્યક. હવે ઓનલાઈન બુકીંગની વ્યવસ્થા પણ છે તો શક્ય હોય તો કરાવી શકાય. પણક્યારેક ઓનલાઈન બુકીંગમાં તસવીરમાં બતાવેલ સગવડ હોતી નથી. અપવાદ સર્વત્ર હોય જ. નાના બાળકો સાથે હોય તો મેડીકલ જાણકારી પણ મેળવી લેવી જેથી સ્વાસ્થ્ય અંગે કોઈ તકલીફ થાય તો તરત સારવાર મેળવી લેવાય. ટ્રેઈનોની ભીડ તો સર્વાવિદિત છે જ! સતર્કતા સહિત પ્રવાસનો આનંદ માણી શકાય. શક્ય હોય તો ઓફ સીઝન પસંદ કરી શકાય. એ સમયે હોટલ-રેસ્ટોરન્ટને પ્રવાસીની જરૂર હોય છે.
સુરત     – નેહા શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top